International

શાહરૂખ ખાન સાથે આરબ મંત્રી અલ તુર્કીની મીટીંગ થઈ

યુએઈ
શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મ પઠાણના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જે ચાહકોને ખૂબ પસંદ આવી હતી. ત્યારે હવે શાહરૂખ ખાનની વધુ એક તસવીર સામે આવી છે જેમાં તે સાઉદી અરેબિયાના મંત્રી સાથે જાેવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ મીટિંગ શાહરૂખ ખાનના બંગલા મન્નતમાં થઈ હતી અને શાહરૂખની સાથે સલમાન ખાન, અક્ષય કુમાર અને સૈફ અલી ખાને પણ ભાગ લીધો હતો. શાહરૂખ ખાન પહેલાથી જ દુબઈનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને સલમાન ખાનના પણ દુબઈમાં મોટા કનેક્શન છે. અક્ષયે અહીં એરલિફ્ટથી લઈને ઘણી ફિલ્મોનું શૂટિંગ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે તેનું સુપરહિટ ગીત બુર્જ ખલીફા પણ અહીં શૂટ થયું હતું. આ સુપરસ્ટાર્સ અને ફિલ્મોની મદદથી ેંછઈ સરકાર તેની ફિલ્મોને આખી દુનિયામાં પ્રમોટ કરે છે. પરંતુ લાંબા સમયથી ત્યાંની સરકારે ફિલ્મોને સબસિડી આપવાનું બંધ કરી દીધું છે. કદાચ બોલિવૂડને પ્રમોટ કરવા માટે તેને ફરીથી શરૂ કરવું જાેઈએ કારણ કે આ બધા સુપરસ્ટાર્સ હવે નિર્માતા પણ છે. ત્યારે આ બેઠકમાં આ મુદ્દાને લઈને પણ ચર્ચા થઈ હોવાની સંભાવના છે. આરબ મંત્રી અલ તુર્કીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની અને શાહરૂખની તસવીર શેર કરીને ખુશી વ્યક્ત કરી છે. શાહરૂખને મળવા પર અલ તુર્કીએ લખ્યું, “મારા ભાઈ જ્રૈટ્ઠદ્બજિા સાથે ભારત તરફથી હેપ્પી રમઝાન.” તેણે સાથે શાહરૂખના ઘર મન્નતને પણ ટેગ કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાને સાઉદી અરેબિયન રેડ સી ફિલ્મ ફેસ્ટિવલના અધ્યક્ષ મોહમ્મદ અલ તુર્કી માટે પાર્ટીનું આયોજન કર્યું હતું.અન્ય એક તસવીરમાં આરબ સંસ્કૃતિ મંત્રી બદ્ર બિન ફરહાન અલસાઉદ પણ શાહરૂખ સાથે પોઝ આપતા જાેવા મળે છે.માત્ર કિંગ ખાન જ નહીં પરંતુ આ મંત્રી બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન, સૈફ અલી ખાન અને અક્ષય કુમારને પણ મળ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી.

Superstars-Meet-Arabs-Minister.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *