સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
કબીર ટેકરી સાવરકુંડલા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો તારીખ ૬- ૪ ૨૦૨૨ બુધવારના રોજ કબીરટેકરીના મહંત શ્રી નારાયણદાસ સાહેબની નિક્ષામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દુર્ગાવાહિની માતૃશક્તિ દ્વારા ૨૦૫ બજરંગી કાર્યકરોને ત્રિશુલ દિક્ષા આપવામાં આવી સાથોસાથ ભારતી આશ્રમ જૂનાગઢના શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતીબાપુનો સન્માન કાર્યક્રમ યોજાયો તેમજ હનુમાન ચાલીસાના પાઠ તેમજ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું આ તકે દામનગર સત્યનારાયણ મંદિરના મહંત સાધ્વી ભક્તિગીરી માતાજી ગીરીયા હનુમાનજી મંદિરના મહંત શ્રી રામ મનોહરદાસજીબાપુ અમરેલી તપોવન આશ્રમથી ઉદયગીરી મહારાજ તેમજ બજરંગદાસ બાપુ ગુરુકુળ સાવરકુંડલાના મહંત શ્રી ઘનશ્યામ બાપુ, લાલધામ આશ્રમ સાવરકુંડલા થી સાધ્વી શ્રી ચંદ્રિકાદેવી તેમજ તળાજાથી સાધ્વી શ્રી રાધા રમણદાસજી માતાજી તેમજ પ્રાંત બલો પાસના પ્રમુખ ચંદ્રેશભાઇ કાતરીયા, પ્રાંત સુરક્ષાના પ્રમુખ પલરાજભાઈ બારોટ, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પરમાર તેમજ બજરંગ દળ સહ સંયોજક નિકુંજભાઈ સોંડાગર વગેરે હાજર રહ્યા હતા અને બજરંગી કાર્યકરોને ગૌરક્ષા અને બહેન દીકરીઓ ની સુરક્ષા માટે કટિબદ્ધ રહેવા અંગે સુંદર માર્ગદર્શન પુરું પાડ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા સાવરકુંડલાના કુંડલપુર હનુમાનજી મંદિરના મહંત શ્રી કરશનગીરી મહારાજ તેમજ આશ્રમના ટ્રસ્ટીઓ શ્રી જયેશભાઈ ગોહિલ પંકજભાઈ કારેલીયા તેમજ જગદીશભાઈ જ્યાણી, સાગરભાઈ મશરૂએ ભારે જહેમત ઊઠાવી હતી આ તકે સમસ્ત લુહાર સમાજ અને યુવક મંડળ તથા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, સાવરકુંડલા શ્રી રામ સમિતિના પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, મહેશભાઈ રાજ્યગુરુ તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તથા નગરપાલિકાના સદસ્ય રાજુભાઇ દોશી, જયસુખભાઈ નાકરાણી, રાજુભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, અનિરુદ્ધ સિંહ રાઠોડ, ધમાભાઈ જોશી, જીગ્નેશભાઈ ટાંક, અજયભાઈ ખુમાણ, ડી કે પટેલ, પિયુષભાઈ મશરૂ, કમલેશભાઈ રાનેરા, ભાવેશભાઈ કવા, સંજય જેઠવા વગેરે વડીલો તથા મહાનુભવો વિશેષ ઉપસ્થિત રહયા હતા.


