અમરેલી એસ પી શ્રી હિમકરસિંધ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી સાંસદ નારણભાઇ કાછડીયા તથા જિલ્લા પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા ને આવેદન પત્ર પાઠવા મા આવ્યું
ભારત સાથે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે તા. ૨૨/૦૩/૨૦૨૨ ના રોજ મોણપુર ગામના રહીસ શ્રી અશોકભાઈ સોંધરવા દ્વારા ફરીયાદ નંબર 11193004220321 ધી ફરીયાદ દાખલ કરેલ છે. જેમાં સહ આરોપી તરીકે સરપંચશ્રી પ્રકાશભાઈ ભેડાનું નામ લખાવેલ છે. જે અનુસંધાને આપ સાહેબને જણાવવાનું કે સરપંચશ્રી ગામના પ્રતિષ્ઠિત વ્યકિત હોય તેઓ નાની ઉંમરના ગામમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા હોય તેઓ અગાઉ ક્યારેય કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ ના હોય તેમના વિરૂબ્ધ આ સાવ ઉપજાવી કાઢેલ ફરીયાદ છે. તેમજ કેરીયાદીના જણાવ્યા અનુસાર ફરીયાદીના પુત્રી પાલર્બન એ પ્રકાશભાઈને બનાવની આગલી રાત્રીએ તેમની મૃતકે બહેન અને આરોપી પાર્થ ભેડા સાથે જોયેલ તેવું ફરીયાદમા જણાવેલ છે. જે તદ્દન ઉપજાવી કાઢેલ વાત છે. તે અંગે પારૂલબેન સાથે યોગ્ય પુછપરછ કરવી તેમજ સરપંચશ્રી પ્રકાશભાઈના કોલ ડીટેઈલ તેમજ ફોન લકેશન વગેરેની ધોગ્ય તપાસ કરવી જેથી સત્ય બહાર આવી શકે. તેમજ વધુમાં જણાવવાનું કે ફરીયાદી તરીકેની વ્યક્તિ શ્રી અશોકભાઈ સૌધરવા પોતે હોળો ગુનામીન ઈતિહાસ ધરાવે છે. તેના ઉપર અવાર નવાર પોલીસ ફરિયાદ પણ દાખલ થયેલ છે. ત્યારે પ્રકાશભાઈ સરપંચ તરીકે આબરૂદાર વ્યક્તિ છે. ચુંટણી વખતના મનદુઃખો રાખી આ ફરીયાદના સરપંચશ્રીનું જાણી જોઈને તદન ખોટુ નામ લખાવેલ છે.
સમસ્ત મોણપુર ગામના ગ્રામજનો વતી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે અમારા ગામના સરપંચ ઉપર ખોટા આરોપો નાખી ખોટી રીતે આ ફરીયાદમા તેમનું નામ લખાવેલ છે, જે અમારા સમસ્ત ગ્રામજનો માટે લાંછનરૂપ છે. તો આ અંગે સત્વરે યોગ્ય તપાસ કરવા અમો મોકાપુર ગામના ગ્રામજનો અમારા નામ સાથે સહિઓ કરી આ અરજી આપ સાહેબને આપીએ છીએ. તેમજ રૂરીયાદની બધીજ વિગતા માટે એફ.આઈ.આર ની નકલ આ અરજી સાથે જોડેલ છે. તો આ અંગે સત્વરે યોગ્ય કરવા આપ સાહેબને નમ્ર વિનંતી.
રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી

