Gujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે જયોતિ ઉનડકટને સ્પેશ્યલ જયુરી એવોર્ડ એનાયત અમદાવાદ…

  ગિરગઢડા
  ભરત ગંગદેવ
ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત ફર્સ્ટ વેબસાઈટના ડિઝીટલ એડીટર જયોતિ ઉનડકટને સ્પેશ્યલ જયુરી એવોર્ડ એનાયત કરાયો હતો.
મુખ્યમંત્રી  પટેલની ઉપસ્થિતિમાં ટાગોર હૉલ અમદાવાદ ખાતે ગત તા. ૭ મી એપ્રિલના રોજ ગુજરાત મીડિયા એવોર્ડસ ૨૦૨૨નું આયોજન હાથ ધરાયું હતું.જેમા ર૪ પત્રકારોને એવોર્ડ અનાયત કરવામાં આવ્યા હતા.
મીડિયા વેલ્ફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસિસના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના શ્રેષ્ઠ પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. દર બે વર્ષે આયોજિત થતાં આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના પત્રકારોની કામગીરીને પ્રોત્સાહિત કરાય છે. ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો એ આ એવોર્ડ સમારંભ માટે પોતાની સ્ટોરી મોકલી હતી.
 નિર્ણાયકોની પેનલ દ્વારા અલગ અલગ વિષય માં ૨૫ શ્રેષ્ઠ પત્રકારોની પસંદગી કરવામાં આવી. પ્રિન્ટ, ટેલિવિઝન, રેડિયો, ડિજિટલ સહિતના પત્રકારોને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા. આ એવોર્ડ સમારંભ માં નિર્ણાયક તરીકે ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી, ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા ડો. સોનલ પંડયા, દ્ગૈંસ્ઝ્રત્ન ના ડાયરેક્ટર ડો. શિરીષ કાશિકરે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો.
ગુજરાત મીડિયા એવોર્ડસનું આયોજન અંકિત હિંગુ અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું. આ એવોર્ડ સમારંભમાં ગુજરાતના મીડિયકર્મીઓ, પત્રકારત્વના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

IMG-20220408-WA0713.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *