Delhi

૧ વર્ષમાં આશિષ કચોલિયાએ યશો ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનો હિસ્સો વધાર્યો

નવીદિલ્હી
આશિષ કચોલિયાએ દિગ્ગજ રોકાણકાર ગણાય છે. તેમણે મલ્ટીબેગર સ્ટોક યશો ઇન્ડસ્ટ્રીઝમાં હિસ્સો વધાર્યો છે. યશો ઈન્ડસ્ટ્રીઝે છેલ્લા એક વર્ષમાં તેના શેરધારકોને લગભગ ૫૫૦ ટકા સુધીનુ રિટર્ન આપ્યું છે. આશિષ કચોલિયાએ જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ ક્વાર્ટર દરમિયાન યશો ઈન્ડસ્ટ્રીઝના ૨૧,૮૦૦ નવા શેર ખરીદીને કંપનીમાં તેમનો હિસ્સો ૨.૩૬ ટકાથી વધારીને ૨.૫૫ ટકા કર્યો છે. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ ક્વાર્ટર માટે યશો ઇન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો ટોચના રોકાણકાર આશિષ કચોલિયા પાસે કંપનીના ૨,૯૧,૪૩૧ શેર છે. આ શેર કંપનીની નેટ પેઈડઅપ કેપિટલના ૨.૫૫ ટકા છે. આ પહેલાની વાત કરીએ તો ડિસેમ્બર ૨૦૨૧ ક્વાર્ટરમાં આશિષ કચોલિયા યશો ઈન્ડસ્ટ્રીઝમાં ૨,૬૯,૪૩૧ શેર ધરાવતા હતા. આ શેર કંપનીના નેટ પેઈડઅપ કેપિટલનો ૨.૩૬ ટકા હિસ્સો છે. તેમણે કંપનીમાં ૨૧,૮૦૦ નવા શેર એટલે કે ૦.૧૯ ટકા હિસ્સો લીધો છે. યશો ઇન્ડસ્ટ્રીઝનો શેર ૨૦૨૧માં મલ્ટીબેગર શેરમાંનો એક છે. આ સ્ટોકે છેલ્લા એક વર્ષમાં તેના શેરધારકોને ૫૫૦ ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા ૬ મહિનામાં તેના રોકાણકારોને લગભગ ૪૦ ટકા રિટર્ન મળવા પાત્ર થયું છે. રૂ્‌ડ્ઢ સમયમાં મલ્ટીબેગર સ્ટોકે તેના શેરધારકોને લગભગ ૬૦ ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે છેલ્લા એક મહિનામાં શેરમાં ૮ ટકાની આસપાસનો ઉછળ્યો જાેવા મળ્યો છે. આ પહેલા આશિષ કચોલિયાએ માર્ચ ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના ડેટામાં દર્શાવ્યા મુજબ સ્પેશિયાલિટી કેમિકલ સ્ટોકમાં નવી એન્ટ્રી લીધી છે, જે છેલ્લા બે વર્ષમાં ૮૦૦ ટકાથી વધુ વધ્યો છે. આ ઉપરાંત કચોલિયાએ અન્ય મલ્ટીબેગર સ્ટોકમાં તેમનો હિસ્સો વધાર્યો છે. નોંધનીય બાબત એ છે કે આ બીજા મલ્ટીબેગરમાં ૧૫૦૦ ટકાથી વધુનો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *