Gujarat

રાણપુર તાલુકાના સુંદરિયાણામાં થયેલી હત્યામાં હત્યારાને આજીવન કેદ

સાળાએ સગાઇ તોડાવી હોવાનો વહેમ રાખી યુવકે થનારા સાળાની છરીના ઘા મારી હત્યા કરી હતી,બોટાદ ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી..
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાનાં સુંદરીયાણા ગામે તા.20/5/2017નાં રોજ બરવાળા તાલુકાના બેલા ગામના યુવકે સગાઈ તુટી જવાનું મનદુખ રાખી સાળાની હત્યા કરી હતી. જે આરોપીને બોટાદ ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
સુંદરીયાણામાં તા.20 /5 / 2017ના રોજ કૈલાશબેન સંજયભાઈએ વિપુલ હકાભાઇ પગી (રહે.બેલા તા.બરવાળા)ની સગાઈ તેમની નણંદ સીતાબેન સાથે થઇ હોય અને આ વિપુલ હકા અવાર નવાર સુંદરીયાણા ગામે આવી સીતાબેનને મળતો હોય અને આ બાબતે સગા વહાલાઓએ ભેગા મળી ઠપકો આપતા અને સીતાબેનની સગાઇ વિપુલ સાથે ફોક કરવાની વાતચીત ચાલતી હતી. જે બાબતે વિપુલ હકાએ તેની સીતાબેન સાથેની સગાઈ તેમના સાળા બળવંતભાઈએ તોડાવ્યાની શંકા રાખી વિપુલ હકાએ બળવંતભાઈ ઉર્ફે બડાભાઈના ઘરના ફળીયામાં આવી છરી વડે ઘા મારી ઈજા પહોચાડી હતી.ત્યાબાદ સારવાર દરમ્યાન બળવંતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિપુલ હકા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ હત્યાનો કેસ બોટાદના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ અતુલભાઈ આઈ.રાવલની કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ કે. એમ. મકવાણાની દલીલો ધ્યાને લઈ આરોપી વિપુલ હકાભાઈને આઈ.પી.સી.કલમ 302માં આજીવન કેદની સજાનો હુકમ અને રૂપિયા 5000નો દંડ અને દંડ ન ભારે તો વધુ 1 વર્ષની સજા અને આઈપીસી 448માં છ માસની કેદ અને રૂ. 500 નો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 માસનો સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *