Gujarat

કાળઝાળ ગરમીમાં નાની બાળકીએ જીવનનો પ્રથમ રોજો રાખ્યો

રમઝાન નો પવિત્ર માસ શરુ થતા જ મુસ્લિમો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી નમાજ પઢી અને દુઆઓ ગુજારી બંદગી કરી રહ્યા છે
છેલ્લા બે વર્ષ દરમિયાન આવેલ રમઝાન માસ કોરોનાકાળ અને લોકડાઉન વચ્ચે પૂરો થયો હતો મુસ્લિમ સંપ્રદાયના મહત્વનો કહી શકાય ધૈર્ય, સખાવત અને કસોટીના ત્રિવેણી સંગમ સમો માસ એટલે પવિત્ર રમઝાન માસ કાળઝાળ ગરમીમા નાના ભૂલકાઓ એ પણ રોજા રાખી પોતાના રબ ને રાજી કરવાનો પ્રયાસ કર્યો હતો કેટલાક નાના ભૂલકાઓએ પોતાના જીવન નો પ્રથમ રોજો રાખ્યો હતો
મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ.  ચાલુ વર્ષે રમઝાન માસ ધોમધખતા તાપમાં પ્રારંભાયેલો હોઇ રોઝદારો માટે એક  આકરી અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે ધોમધખતા તાપની પરવા કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે  નાના ભુલકાઓએ પણ રોજો રાખ્યો હતો રીઝા જાવેદ દિવાન કાળઝાળ ગરમીમા પહેલો રોજો રાખી રબ ને રાજી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી

IMG-20220412-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *