Gujarat

બોડેલી માં થી પસાર થતી ઓરસંગ નદી માં  રેતી ની જગ્યા પર પથ્થરો ઓરસંગ નદીનો પટ કોરોકટ પાણીના સ્તર  નીચે ગયા

બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની જીવન સમાં નદી ઓરસંગ નદી હાલમાં ઠેરઠેર રેતીખનન ને લઈને ઊંડા ખાડા અને નદી બિલકુલ કોરી જોવા મળી રહી છે અને રેતી ની જગ્યાએ પથ્થરો જોવા મળી રહ્યા છે જેને લઇને પાણીના સ્તર નીચા ગયા છે ઓરસંગ નદી ને અડીને આવેલા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે બોડેલી નગરમાંથી પસાર થતી ઓરસંગ નદી મા કુદરતી ભંડાર રેતી ખૂબ મોટી સંખ્યામાં નીકળતી હોય છે  પણ   આડે ધડ રેતીખનન કરીને ઓરસંગ નદી ના પટ પર જ ઠેર ઠેર ઊંડા ખાડા પાડી દીધા છે અને રેતી ની જગ્યા પર પથ્થરો જોવા મળી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે આડેધડ રીતે ખનન કરીને પાણીના સ્તર નીચા ગયા છે જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે બોડેલી માંથી પસાર થતી ઓરસંગ નદી નો બ્રિજ ના પાયા પણ દેખાવા લાગ્યા છે
બોડેલી માંથી પસાર થતી ઓરસંગ નદી જેનો બ્રિજ બોડેલી ઢોકલીયા બ્રિજ આવેલા હોય તેના પાયા પણ ઊંડા થઈ ગયા છે
હાલમાં તો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ઓરસંગ નદી બિલકુલ કોરીકટ જોવા મળી રહી છે પાણીના સ્તર નીચે ગયા છે અને  પાણી ની સમસ્યા સર્જાવાના એંધાણ છે અને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે
ઈમરાન મન્સૂરી બોડેલી

IMG-20220412-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *