Gujarat

ભરૂચ જિલ્લા પોલીસે મહિલા સહિત બે બુટલેગરોની અટકાયત કરી

ભરૂચ
ભરૂચના કસક સર્કલ તરફથી એક્ટિવા નંબર-જી.જે.૧૬.સી.ક્યુ.૬૮૫૫ લઇ એક ઈસમ વિદેશી દારૂનો જથ્થો લઇ ઝાડેશ્વર બાજુ જઈ રહ્યો છે જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે જ્યોતિ નગર ટર્નિંગ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા એક્ટિવા પરથી વિદેશી દારૂની મોટી બોટલ નંગ ૪ મળી આવી હતી. પોલીસે ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ધોળીકુઇ બજાર મારવાડીના ટેકરા ખાતે રહેતો અજય ભરત ઘીવાલાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. દારૂ ઝડપાવાના અન્ય એક કિસ્સામાં અંકલેશ્વર શહેર પોલીસે જૂના બોરભાઠા ગામના સડક ફળિયામાં રહેતી મહિલા બુટલેગર મંજુબેન અર્જુનભાઈ પાટણવાડિયાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦ નંગ બોટલ મળી કુલ રૂ. ૧ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ મહિલા બુટલેગર મંજુબેનને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *