Gujarat

સૈયદરાજપરા સરકારી માધ્યમિક શાળાનું ગૈરવ…

ઊના – ગીરસોમનાથની તાલુકા કક્ષાની ખેલમહા કુંભ એથ્લેટીક્સ હરીફાઇ તડ ગામના ખારામાં સ્પર્ધા યોજાયેલ જેમાં દોડ, લાંબીકુદ, બરછી ફેક, ચક્રફેક, લંગડીફાડ સહીત વિવિધ સ્પાર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સૈયદ રાજપરા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વિશાલ બાંભણીયા, કિરણબેન સોલંકી, પાર્વતીબેન બાંભણીયા, જીગર બાંભણીયા, અશ્વિન ગઢીયા, રણજીત રાઠોડ, હેતલ સોલંકી, હેતલ રાઠોડ, જશવંતીબેન મજેઠીયા, જતીન બાંભણીયા, સુનિલ રાઠોડ, વિશાલ બાંભણીયા, લલીતા સાંખટ, યશ બાંભણીયા, રોશનીબેન રાઠોડ આ તમામ વિદ્યાર્થીઓએ એક થી ત્રણ નંબર પર સ્થાન મેળવેલ છે. તેમજ ભુતપુર્વ વિદ્યાર્થીઓમાં સિકંદર શેખ, સોનલ સોલંકી, વિપુલ રાઠોડ, વિષ્ણુ રાઠોડ, ભાવેશ પરમાર, પ્રકાશ પરમારએ એક થી ત્રણ નંબર પર સ્થાન પ્રપ્ત કરેલ તેવો જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ સ્પાર્ધાની તૈયારી નયનકુમાર સાંખટ, સિકંદરર શેખ તેમજ અશોકભાઇ રાઠોડે જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય પ્રકાશભાઇ પાલ તથા સ્ટાફગણએ અભિનંદન પાઠવેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *