Gujarat

ઊના નગર પાલીકા દ્રારા રૂ.૨.૫૦ કરોડના ખર્ચે અનેક વિકાસ કામો હાથ ધરાશે..

દેલવાડા રોડ થી ટાઉન હોલ સુધી ગીરગઢડા રોડ થી સાંજણનગર સોસાયટી સુધી ડબલ પટ્ટી ૮૦ ફુટ સીસી રોડ ફુટપાથ તથા સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ ઉભી કરાશે…

ઊના – ઊના શહેરમાં છેલ્લી પાંચ ટર્મથી ભાજપ શાસિત ઉના નગર પાલીકા પ્રમુખ જલ્પાબેન જે બાંભણીયાની યાદી મુજબ ચાલુ વર્ષમાં ઉના નગરના શહેરીજનોને વધુ પાયાની સુવિધા આપતા રૂ.૨.૫૦ કરોડના ખર્ચે અનેક વિકાસ કામો હાથ ધરવામાં આવશે. ગત બે દાયકામાં પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ સી રાઠોડના માર્ગદર્શન અને તેની આાગેવાની હેઠળ ઉના શહેરમાં મેટ્રો સીટીની હરોળના અનેક વિકાસ કામો નગરપાલીકા દ્રારા થયેલા છે. અને આ તમામ કામોથી ઉના શહેર વધુ નંદનવન અને રળીયામણું બન્યું છે. ત્યારે આગામી દિવસોમાં ઉના શહેરના છેવાડે આવેલા જશરાજ નગર સોસાયટીમાં પાણીની પાઇપ લાઇન તથા સીમેન્ટ રોડના વિકાસ કામો હાથ ધરાનાર છે. તેવીજ રીતે શહેરમાં વધતા ટ્રાફીકને ધ્યાને લઇ દેલવાડા રોડ થી નવા બનેલા ટાઉનહોલ સુધી તેમજ ગીરગઢડા રોડ થી સાંજણનગર તરફ જતાં રસ્તાને ૮૦ ફુટનો ડબલ પટ્ટી સીસી રોડ ફુટપાથ તથા જરૂરી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉભી કરવામાં આવશે. સાથો સાથ દેલવાડા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટેની ગટરનું કામ પણ ચાલુ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. તેવીજ રીતે ઉના શહેરના પછાત વિસ્તાર એવા અર્જુનનગરમાં પેવર બ્લોકનું કામ તેમજ ગોલ્ડન જ્યુબીલ સોસાયટી, જલારામ પાર્ક, મારૂતિનગર, ગનીમાર્કેટ, પટેલ સોસાયટી, તથા જુના બસ સ્ટેશન વિસ્તારમાં પેવર બ્લોક સાથે ફુટપાથનું કામ પણ હાથ ધરાશે. શહેરીજનોની સુવિધાઓ અર્થે ઉના નગર પાલીકા દ્રારા રૂ.૨.૫૦ કરોડના ખર્ચે વિકાસ કામોના વર્કઓર્ડર જેતે એજન્સીને અપાય ચુક્યા છે. અને આગામી ટુંક સમયમાં આઅ કામો શરૂ થશે ત્યારે નગરપાલીકા શાસિત શહેરોમાં ઉના શહેર આગવું શહેર બની રહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *