Gujarat

બોડેલી તાલુકાના જોજવા પ્રાથમિક શાળામાં શિક્ષક સમયસર ન આવતા હોવાની વિગત સપાટી પર આવી છે જોજવા પ્રાથમિક શાળાના શિક્ષક શાળામાં લગભગ ૯:૨૦ સુધી ન આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત શાળા ખાતે શિક્ષક સમયસર ન પોહચતા વાલીઓમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે 

સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધે ની વાત સરકાર તો કરી રહી છે પરંતુ  બોડેલી તાલુકાના જોજવા ગામે ધો, ૧ થી ૫ ની પ્રાથમિક શાળા આવેલી છે જ્યારે શાળામાં ૨૬ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે શાળામાં બે શિક્ષક ફરજ બજાવે છે જ્યારે શાળા નું સવારના ૭:૧૫ થી શિક્ષણ કાર્ય શરૂ થયું હતું પરંતુ શાળાના શિક્ષકની મનમાની સામે આવી છે શાળામાં વિદ્યાર્થીઓ નિયમિત આવ્યા હતા અને વિધાર્થીઓ પોતાની નોટ પેન્સિલ લઈ પોતાના અભ્યાસની કામગીરી કરતા નજરે પડ્યા હતા તો બીજી તરફ શિક્ષક  સમયસર ન આવતા વિદ્યાર્થીઓમાં ગુમસુમ બેઠા હોય શાળાના વિદ્યાર્થીઓ ની શિક્ષક કઈ પડી  ન હોઈ તેમ લાગી રહ્યું છે રાબેતા સમય મુજબ શિક્ષકને હાજર થઈ જવું જોઈએ તેના બદલે તેઓ લગભગ ૯:૨૦ ના સમયે શાળા પર પોહચ્યા હતા આ ઉપરાંત શાળા ખાતે શિક્ષક સમય સર ન પોહચતા વાલીઓમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જ્યારે વિવિધ સીઆરસી મોનીટરીંગ કરતા હોય છે પરંતુ આનું સીઆરસી કઈ રીતે મોનીટરીંગ કરી રહ્યા છે તેના પણ હવે સવાલ ઉભા હતા
ભારત દેશનું ભાવિ શાળાના વર્ગખડમાં ધડાતું હોઈ છે એમે વાત કરી રહ્યા છે વિધાર્થીઓની, પરંતુ અહીંયા સ્થિતિ કઈ અલગ છે સરકાર તો વિધાર્થીઓ ની ચિંતા કરે છે પરંતુ જ્યારે આવા મનમાની કરતા શિક્ષકો ના હાથમાં ગરીબ બાળકોના શિક્ષણ ની જવાબદારી આવી જાય તો ? ભણસે ગુજરાતએ સરકાર નું સ્લોગન કેમ કરી ને સાર્થક નીવડશે, છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ સ્તરને સતત નીચુ જોવાઈ રહ્યું છે જેમાં પાયાના શિક્ષણ નો અભાવ અને જેમાં ખાસ શિક્ષકોની ગેરહાજરી અથવા સમયસરની કામગીરી મુખ્ય કારણ હોવાનું લાગી રહ્યું છે
શાળાના  આવતા સમગ્ર બાબતે તેને પૂછતાં તેઓએ પોતાનો લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે આજે મારે લેટ આવાનાનું કારણ એક જ છે મારો કૌટુંબિક પ્રશ્ન હતો અને ગાડી ની અંદર પંચર જેવુ લાગતું હતું એટલે થોડું લેટ થયું છે મેયે એક રહીશ ને જાણ કરી હતી મેં આજે થોડો લેટ થઈશ તમે જરા સ્કૂલ ખોલી જ્યાં ધ્યાન દોરજો હું આવું છું આ ખરેખર મારી ભૂલ જ કહેવાય આવું મારે ખરેખર મારી ભૂલ કહેવાય
જે છોકરા આવી ગયા શિક્ષક નથી આવ્યા એ છોકરા ઓ શિક્ષકની રાહ જોવે છે એમને ભણવું છે આગળ આગળ વધવું છે એમના માટે શિક્ષકની જવાબદારી નથી હમણાં ૯:૧૫ થયા છે
ટીપીઈઓને ટેલિફોનીક સૂચના આપી દીધી હતી અને ટીપીઈઓ શાળા નજીક આવેલ સૂર્યઘોડા  પ્રાથમિક શાળા
મુલાકાતે હાજર હતા એટલે ટીપીઈઓ ત્યાં પોહચી ગયા હતા સ્થળ તપાસ થઈ ગઈ છે. સદર શિક્ષક નો એક દિવસ નો પગાર કાપી તેની સર્વિસ બ્રેક  કરી સેવાપોથી માં નોંધ કરવાની કાર્યવાહી કરી દેવા સુચના ટીપીઇઓને આપી દીધી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220414-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *