શ્રી સ્વામિનારાયણ મંદિરવડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.૧૫-૦૪-૨૦૨૨ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જયંતી મહોત્સવ પવિત્ર પ્રસંગે રાત્રે 8.30 વાગ્યાથી મોડી સુધી રાત્રે મંદિર પરિસરમાં ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, હાસ્યકલાકાર હિતેશભાઈ અંટાળા અને જાદુગર અમિતભાઈ સોલંકી, ભજનિક શ્રી સાગર મેસવાણીયા શ્રદ્ધાળુઓને જમાવટ કરાવશે. મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીજી દ્વારા શ્રી હનુમાન જયંતી મહોત્સવ પવિત્ર પ્રસંગે ભવ્ય લોકડાયરામાં પરિવાર સાથે પધારવા જાહેર જનતાને આમંત્રણ છે…
રિપોર્ટર-વિપુલ લુહાર


