પાટણ
સિદ્ધપુરનાં નગરપાલિકાનાં સેનેટરી ઇન્સ્પેક્ટરે પોલીસ માં ચોરીને ફરિયાદ નોંધાવી હતી, કારણ એવું હતું કે બદ્રીપુરા વિસ્તારમાં તથા બુરહાની સોસાયટી તથા નગરપાલિકાની અલગ અલગ જગ્યાએથી ભુગર્ભ ગટરનાં રૂ. ૪૭ હજાર ૧૦૦ની કિંમતનાં ઢાંકણા, વોટર વર્કસની જૂની મોટર તથા વાલ્વનો પાઇપોનો ભંગાર, ફાયર સ્ટેશનમાંથી કચરાપેટીનાં તળીયાનો ભંગાર તથા અન્ય લોખંડનો ભંગાર કોઇ ચોરી કરી ગયાનો બનાવ બન્યો હતો. સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં ગટરનાં ઢાંકણાની ચોરીઓ થતી હોવાની ભુગર્ભ ગટરનાં કોન્ટ્રાકટર દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્ર પરમારને કરાઇ હતી. તેથી તેઓએ તપાસ કરતાં શહેરનાં બદ્રીપુરા વિસ્તારમાંથી ૩, બુરહાની સોસાયટીનાં ગેટથી ૧, લીલાશાનગર સોસાયટી આગળથી-૧, રાજપુર મેઇન રોડ આગળથી-૧ સૈફીપુરા પાણીની ટાંકી પાસેથી-૨, એલ.એસ. હાઇસ્કૂલ પાસેથી-૧, નવાવાસમાં જાેગણી માતાનાં મંદિર પાસેથી-૧, સિલ્વર બેકરીની ગલીમાંથી-૨, તાહેર સ્ટુડીઓની સામેની ગલીમાંથી એક ઢાંકણાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. લોખંડનો ભંગાર મળી કુલે રૂ. ૪૭ હજાર ૧૦૦ની મતાની ચોરી કરી ગયા હતા. જેની ફરિયાદ નોંધાવી છે.


