Gujarat

જેતપુર પાસેના પીઠડીયા ગામમાં આવેલ સ્વયંભૂ પ્રગટ ધ્રુફણીયા હનુમાન

અદ્ભુત છે જેતપુર પાસે આવેલું હનુમાનજીનું આ મંદિર
ચમત્કારીક ધ્રુફણીયા હનુમાનજીના કરો દર્શન
કલયુગ માં સાક્ષાત જેની ઉપસ્તીથી જોવા મળે છે તે શ્રી હનુમાનજી મહારાજ છે જેના નામ માત્ર થી  દુઃખ દર્દ દૂર થાય છે આવા જ ચમત્કારી અને સ્વયંભૂ પ્રગટ એવા ધ્રુફણીયા હનુમાનજીનું મંદિર જેતપુર થી 7 કિલોમીટર દૂર આવેલ છે તો આવો જઈએ જેતપુર અને મેળવીએ હનુમાન જયંતી નિમિત્તે આશીર્વાદ
જેતપુરના પીઠડીયા ગામની સીમ વિસ્તારમાં આવેલ શ્રી ધ્રુફણીયા હનુમાનજી મંદિરની જગ્યાએ જે તે સમયના રાજા કબીલા રાજ કરતા જેમની એક ટેક હતી કે જુનાગઢ ગિરનાર ની ટૂંકમાં આવેલ  હનુમાનજીના દર્શન કરવા માટેની પરતું સમયાંતરે રાજા વયોવૃદ્ધ થવાના કારણે જઈ શકે તેવી પરિસ્થિતિ નોહતી જેથી આ આ જગ્યા ઉપર ધૂપ અને પાણીથી સાક્ષાત હનુમાનજી પ્રગટ થયા હતા જેનું નામ ધ્રુફણીયા હનુમાન પડ્યું આ મંદિરના આશરે 700 વર્ષ પૌરાણીક જગ્યા છે. જો બીજી વાત કરીએ તો
આ મંદિર સાથે બીજી પણ લોક વાયકા જોડાઇલ છે આ ધ્રુફણીયા હનુમાન મંદિર પાસે લોકોનો વસવાટ હતો,નાનું એવું ગામ હતું જેનું નામ ધ્રુફણીયા હતું પરંતુ કુદરતી પ્રકોપને કારણે જમીન યતન-પતન થઈ જતાં આશરે 700 વર્ષ  જૂના આ ટીંબામાં ખાલી ધ્રુફણીયા હનુમાનજી નું મંદિર બચ્યું હતું તેવી લોક વાયકા છે.
પીઠડીયા ગામની સીમ વિસ્તરમાં આવેલ આજે આ મંદિર મોટા મંદિરમાં ફેરવાઈ ગયું છે 700 વર્ષ પૌરાણીક સ્વયંભુ ધ્રુફણીયા હનુમાનજી મંદિર કે જે ધ્રુફણીયા ટીંબા તરીકેની ઓળખમળી અહીં દરરોજ ભકતોનો મેળાવળો જામે છે. શનિવારે દાદાના દર્શન કરવા બહોળી સંખ્યામાં ઉમટી પડે છે
આ મંદિરની એક વિશેષતા એ છે કે કચ્છમાં 2001માં ભૂકંપમાં મૃત્યુ થયેલા લોકોની આત્માની શાંતિ માટે આ મંદિરે પ્રતિવર્ષ રામધૂન કરવામાં આવે છે. અને ધરતીકંપમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.તેમજ હનુમાન જયંતી ઉપર ધૂન,આરતી,તેમજ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે.
આ સ્થાનક અનેક સાધુ મહાત્મા અવર જવર થી જીવંત રહે છે અને અહીં સાધુ સંતો તેમજ સેવકો દ્વારા મંદિરમાં પૂજા પાઠ કરવામાં આવે છે.જેના થી મંદિરનું વાતાવરણ ભક્તિમય બન્યું રહે છે.
શહેરની ગીચતા અને ઘોંઘાટથી થોડુંક જ દૂર પ્રકૃતિના ખોળે પરમ શાંતિનો અનુભવ એટલે ધ્રુફણીયા હનુમાન મંદિર અહીં ઘટાદાર વૃક્ષઓ, ફૂલ છોડ, લીલોછમ બગીચો અને પંખીઓનો કલશોર વાતાવરણ ને અધિક મધુર બનાવે  દર શનિવારે આજુબાજુથી  ગામના દર્શનાર્થીઓ ચાલતાં હનુમાનજીના દર્શનનો લાભ લેવા આવે છે. કેટલાય શ્રદ્ધાળુ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. દેશ વિદેશમાંથી પણ લોકો દ્વારા રાખેલી માનતાઓ પૂર્ણ થતાં દર્શને અહીં આવે છે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220416-175048__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *