માનવ હ્યદયને સ્પર્શવાની ઝંખના” સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરનાર અને છેલ્લા ૨૬ વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સમર્પણ ગ્રુપ – જેતપુર સેવાકીય સંસ્થા દ્વારા જેતપુર શહેરમાં દરેક જ્ઞાતિના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નિદાન સાથે સારવાર તથા જરૂરી દવાની વિનામૂલ્યે સુવિધા સાથેનો મેડિકલ કેમ્પ યોજાય ગયો.
જેમાં કુલ ૯૩ પેશન્ટને આ કેમ્પમાં પોતાની ની:સ્વાર્થ સેવા આપનાર રાજકોટના ડો.ફ્રિટીકલ કેર કેન્સલટન્ટ ડૉ.તુષાર બુધવાણી તથા ધોરાજીના ચર્મરોગ નિષ્ણાંત ડૉ.નિલેશ જોષી સાહેબે પોતાની માનદ સેવા આપેલ.
આ નિદાન અને સારવાર કેમ્પના ઉદઘાટન અવસરે ઉપસ્થિત સર્વે આમંત્રિત મહાનુભાવોનું સમર્પણ ગ્રુપના સભ્યોના હસ્તે સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યા બાદ દીપ પ્રાગટય વિધી સાથે ગાયત્રી મંત્ર બોલી આ કેમ્પનો શુભારંભ કરવામાં આવેલ.
સમર્પણ ગ્રુપના સેવાકીય કાર્યોથી પ્રભાવિત થઈ,ગ્રુપના દરેક સભ્યોનો ઉત્સાહ વધારવા,પ્રેરકબળ પૂરું પાડી પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત એવા લોહાણા મહાજન પ્રમુખ બી.બી.ભીમજીયાણી,મહાજનના સભ્યો શશીકાંતભાઈ રૂપારેલિયા,કૃષ્ણકાંત ગણાત્રા, અગ્રણી ઉદ્યોગપતિ દાતાશ્રી જગદીશભાઈ ચાવલા,રાષ્ટ્રીય સંસ્થા ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત સહમંત્રી અશ્વિનભાઈ ચોટાઈ,રાજકોટના અગ્રણી રામશુરભાઈ બુધવાણી,બજરંગદળના પ્રખર યુવા કાર્યકર્તા ગૌરાંગ પંડ્યા,નિલેશભાઈ જોષી સર્વે મિત્રોએ પોતાનો કિંમતી સમય ફાળવી હાજર રહી સમર્પણ ગ્રુપ – જેતપુર દ્વારા થતી સેવાકીય પ્રવૃતિઓની નોંધ લઈ ગ્રુપના દરેક સભ્યોને બિરદાવી અભિનંદન પાઠવેલ.
આ કેમ્પનું સુચારુ અને સફળ આયોજન સંસ્થાના પ્રમુખ હરીશભાઈ મણિયાર ના માર્ગદર્શન હેઠળ થયું હતું.આ તકે પ્રમુખશ્રી તથા મંત્રીશ્રી એ આ કેમ્પમાં સહયોગ આપનાર દાતાશ્રી તથા તમામ ઉપસ્થિત અગ્રણીઓનો હૃદયથી ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ.
હરેશ ભાલીયા જેતપુર


