Gujarat

અમરેલીની લાઠી સિવિલ હોસ્પિટલ જર્જરીત અને ડોક્ટરોની ઘટથી દર્દીઓ પરેશાન

અમરેલી
અમરેલી જિલ્લાના લાઠીની સિવિલ હોસ્પિટલ જે ૫૨ ગામડાઓ વચ્ચે માત્ર એકની એક જ છે. આ સિવિલની હાલત હવે દયનિય થઈ ચૂકી છે. વર્ષો પહેલા બનેલા આ બિલ્ડીંગને રીનોવેશન કરવામાં ન આવતા હવે હોસ્પિટલમાં સારવાર લેવીએ મુશ્કેલ બની રહી છે. આ સિવિલ હોસ્પિટલમાં અનેક જગ્યાઓ પરથી પોપડા ખરી રહ્યા છે. જ્યારે હોસ્પિટમાં માત્ર બે જ ડોક્ટરો છે. બીજી તરફ સિવિલમાં સાફ સફાઈનો પણ અભાવ જાેવા મળી રહ્યો છે. જૂનું બિલ્ડીંગ હોવાને કારણે બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં ઝાડી અને વનસ્પતિઓ ઊગી નીકળી છે. જ્યારે અનેક સાધનો પણ બંધ હાલતમાં છે. મશીનો ખરબ થવા અથવા ઉપયોગ ન કરાયો હોવાને કારણે મશીનો ધૂળ ખાતી હાલતમાં જાેવા મળી રહ્યા છે. ૧૫થી દર્દીઓ દરરોજ આવે છે. સારવાર અમે આપીએ છીએ. ડોક્ટરની જગ્યા ખાલી છે અને હોસ્પિટલ જર્જરિત બાબતે અમે રજૂઆત કરી છે. અહીં ડોક્ટરોની જગ્યા ભરવી જાેઈએ સાથે હવે નવી હોસ્પિટલ બનાવવાની જરૂર છે. હોસ્પિટલ વર્ષોથી જર્જરિત હાલતમાં છે. નવું બિલ્ડીંગ બને તો દર્દીઓ ન વધુ સુવિધા મળશે.અમરેલી જિલ્લાની સરકારી હોસ્પિટલો જર્જરીત હાલતમાં અને અનેક સુવિધાઓથી વંચિત છે. બીજી બાજુ ડોક્ટરોની ઘટને કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ૫૨ ગામો વચ્ચે આવેલી લાઠી સિવિલ હોસ્પિટલની હાલત પણ કઇક આવી જ છે. હોસ્પિટલમાં માત્ર બે જ ડોક્ટરો છે. જ્યારે હોસ્પિટલની હાલત પણ જર્જરીત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *