Gujarat

ધોકડવા મહીલા સરપંચના પતિ અને તેમના ભાઇ વાણી વિલાસ ભુલ્યા અભદ્ર ભાષામાં વાત કરતા હોવાની ક્લીપ વાયરલ…

ચુંટણી પૂર્ણ થઇ અને જીતી ગયા બાદ સરપંચ પતિના ભાઇ ભાન ભુલ્યા..

ઊના – ગીરગઢડા તાલુકાના ધોકડવા ગ્રામ પંચાયતની ચુંટણીમાં એભલભાઇ બાંભણીયાની પેનલનો જંગી  બહુમતીથી વિજય થયો અને અભેલભાઇના પત્નિ સરપંચ તરીકેનો વિધીવત ચાર્જ સંભાળ્યા બાદ પણ મહીલા સરપંચના પતિ તેમજ તેમના ભાઇ દ્રારા રાગદ્રેષ રાખવામાં આવતો હોવાનો સૂર લોકો માંથી ઉઠવા પામેલ છે. ત્યારે તાજેતરમાં થોડા દિવસ પહેલા મહીલા સરપંચના પતિ પર મહીલાની છેડતી થયાની ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાયા બાદ પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યાંજ ધોકડવા ગામના મહીલા સરપંચના પતિ અને તેમના ભાઇ સત્તાના મદમાં વાણી વિલાસ ભલ્યા હોય તેમ ગામની એક વ્યક્તિને ફોનમાં ગાળો ભાંડતા હોવાની ઓડીયો ક્લીપ વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ધોકડવા ગામમાં સરપંચનો ચાર્જ સંભાળતાની સાથે મહીલા સરપંચના પતિ અને તેમના ભાઇ ચુંટણી સમયનો રાગદ્રેષ રાખતા હોવાનો એક તરફ પ્રજામાંથી સૂર ઉઠવા પામેલ છે. અને આ વાતને સાર્થક કરતા હોય તેમ મોબાઇલના વોટસએપ ગૃપમાં કોઇએ સરપંચના પતિને ગામની ગૈચર ખુલ્લી કરવા માટેનો મેસજ કરતા સરપંચ પતિના ભાઇએ એ વ્યક્તિને ફોન કરેલ અને વોટ્સએપ ગૃપમાં કોમેન્ટ કરવા બાબતે બેફામ ગાળો ભાંડેલ હતી. તો સામેની કોમેન્ટ કરનાર વ્યક્તિ પણ ગાળો ભાંડવામાં પીછેહઠ ન કરતો હોય તેમ સરપંચ પતિના ભાઇને દરેક વાતની સામે વાતમાં જવાબ આપેલ અને ગાળ સામે ગાળ બોલીને જવાબ આપેલ ૧૨ મિનીટથી વધુની ઓડીયો ક્લીપમાં સરપંચ પતિના ભાઇ પ્રવિણભાઇ બાંભણીયા દ્રારા આ વાત કરનાર ધોકડવાના વતની સુરત હોય તેમને કહે છેકે, તું સુરત છો અને ત્રણ દિવસમાં તને પ્રવિણ બાંભણીયાની ઝલક મળશે. અને પ્રવિણ બાંભણીયાની એક ધોલ ખમિ ન શક, આમ ચુંટણીનો રાગદ્રેશ રાખી અથવા તો મોબાઇલના વોટ્સએપગૃપમાં ગૈચર જમીન પર થયેલ દબાણ દૂર કરવાની અંગે કોમેન્ટ કરતા સરપંચ પતિના ભાઇના પેટમાં તેલ રેડાયુ હોય તેમ એમને ન શોભે તેવી ભાષામાં વાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે. હાલ આ ઓડીયો ક્લીપ વાયરલ થતાં સ્થાનિક રાજકારણ પર ગરમાયુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકારણ સેવાના માધ્યમની ફક્ત વાતો કે શું ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *