Gujarat

ઊના શહેરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઇનલ મેચમાં લક્ષમણવાડી ટીમ વિજેતા બની..

 

ઊના શહેરમાં શાહ એચ. ડી. હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં સ્વ. વિમલભાઈ રાજુભાઈ ચૌહાણના સ્મરણાર્થે સડ્ડા-અડ્ડા ગ્રુપ આયોજિત ઓપન હિન્દુ ટુર્નામેન્ટ નગરપાલિકા સભ્ય અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણિયાના સહયોગથી ત્રણ દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં કુલ 22 ટીમોએ ભાગ લીધેલ હતો. અને આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પૂર્વ ધારસભ્ય કાળુભાઇ ચાનાભાઈ રાઠોડના વરદહસ્તે કરવામાં આવેલ હતું. અને આ ટુર્નામેન્ટમાં ઉના શહેરની લક્ષ્મણવવાડી ઇલેવન ટીમ અને દિવની કલ્પનાબાર ઇલેવન ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જેમાં ઉનાની લક્ષ્મણવાડી ઇલેવન ટીમ ફાઇનલ મેચમાં વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટને રોમાંચક બનાવવા માટે સંપૂર્ણ લાઈવ પ્રસારણ કરાયેલ હતુ. ક્રિકેટ ફાઇનલ મેચમાં વિજેતા ટીમને રૂ.૨૫ હજારનો પુરસ્કાર આપવામાં આવેલ.

-ફાઇનલ-મેચમાં-લક્ષમણવાડી-ટીમ-વિજેતા-બની.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *