Delhi

ગુજરાતમાં સ્થપાઈ રહેલ જીસીટીએમ ગેમ ચેન્જર બનશે ઃ ડો. પૂનમ ખેત્રપાલ સિંઘ

ન્યુદિલ્હી
પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ સાથે બપોરે ૩.૩૦ વાગ્યે જામનગરમાં ઉૐર્ં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (ય્ઝ્ર્‌સ્)નો શિલાન્યાસ કરશે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (ય્ઝ્ર્‌સ્) સ્થાપવાના આ પગલાને ઉૐર્ંના દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંઘે “ગેમ-ચેન્જર” ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પરંપરાગત દવાઓ હજારો વર્ષોથી ચાલી રહી છે અને ઉૐર્ંના ૧૯૪ સભ્ય દેશોમાંથી ૧૭૦ માં લગભગ ૮૦ ટકા લોકો પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે. પરંપરાગત દવાઓનો વ્યાપક ઉપયોગ થતો હોય છે છતાં, તેના ડેટા, ડિલિવરી સિસ્ટમ અને દવાઓના એકીકરણ કરવામાં પ્રમાણભૂત માળખાનો અભાવ છે. આ કેન્દ્રની શરુઆત થતાં જ પરંપરાગત દવાઓના શિક્ષણ, ડેટા, વિશ્લેષણ, ટકાઉપણું અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. આ કેન્દ્રની મદદથી જ પરંપરાગત દવાઓની જાણકારી દુનિયાને એક જ પદ્ધતિથી મળી શકશે. ડૉ. પૂનમ ખેત્રપાલ સિંઘે કહ્યું કે, ય્ઝ્ર્‌સ્એ વિશ્વભરમાં પરંપરાગત દવા માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે. બુધવારે, ઘેબ્રેયસસ ગાંધીનગરમાં હશે, જ્યાં પીએમ મોદી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્‌ઘાટન કરશે. આ ઈનોવેશન સમિટની મળતી માહિતી પ્રમાણે મહાત્મા મંદિર ખાતે આયોજિત આ ત્રણ દિવસીય સમિટમાં લગભગ ૯૦ પ્રતિષ્ઠિત વક્તાઓ અને ૧૦૦ પ્રદર્શકો ભાગ લેશે. ઉૐર્ં ના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ આજથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે ભારત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે.

dr.-poonam-khetrapal-singh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *