અમદાવાદ
રાજ્યની ડિગ્રી ડિપ્લોમા એન્જીનિયરિંગ અને ફાર્મસી કોલેજાેમાં શૈક્ષણીક કાર્ય સુધરે તે માટે જીટીયુ એક્શનમાં આવી છે. જીટીયુ શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા રાજયની ૪૨૫ કોલેજાેમાં ઇન્સ્પેકશન હાથ ધરાશે. દરેક કોલેજાેના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ફરજીયાત હાજર રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઈન્સ્પેકશન માટે જીટીયુ દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. એન્જીનિયરીંગ કોલેજાેની સુવિધાઓની એક્સપર્ટ કમિટી તપાસ કરશે. આચાર્ય નહીં હોય તેવી કોલેજાેને દંડ ફટકારવામાં આવશે. યોગ્ય સુવિધા ન ધરાવતી કોલેજાે સામે એફિલેશન રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. જીટીયુ રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે. દર વર્ષે કોલેજાે પાસે સેલ્ફ ડિક્લોઝન એટલે કે કોલેજાે પોતે જ બધી વિગતો ભરીને આપે છે. પછી અમે તે કોલેજનું ઈન્સ્પેકશન કરતા હોઈએ છીએ. છેલ્લા બે વર્ષથી જ્યાં ઈન્સ્પેકશન થયા નથી. જે કોલેજ એકરીડીયેટેડ નથી ત્યાં સૌથી પહેલા ઈન્સ્પેકશન કરવામાં આવશે. અત્યારે ૪૨૭ માંથી ૨૫૦ જેટલી કોલેજાેનું ઈન્સ્પેકશન થશે. સેલ્ફ ડિસ્ક્લોઝરમાં જે લખ્યું છે તેનું અમારી ટીમ ત્યાં જઈ વેરીફાય કરશે. સિનિયર અધ્યાપકો આ વેરિફિકેશન માટે જશે. ત્યારબાદ તેનો રિપોર્ટ તૈયાર થશે. કે અમારી ડીન કમિટી સમક્ષ મુકવામાં આવશે. રિપોર્ટ અનુસાર જે કઈ ડીન કમીટી સુચવશે તેં અનુસાર અમે પગલાં લઈશું. અમે સૂચના આપી છે કે ઇન્સ્પેકશનના દિવસે તમામ અધ્યાકોને હાજર રહેવા આદેશ કર્યો છે. હાજરી સહિતના ડોક્યુમેન્ટની પૂર્ણ ચકાસણી કરવાં આવશે. તમામ મુદ્દે ચકાસણી કરશે અને ખાસ કરીને જ્યાં આચાર્ય નહીં હોય તેની સામે અમે કડક પગલાં ભરીશું.રાજ્યમાં એન્જીનિયરિંગ કોલેજાેમાં સંખ્યા મળતી નથી છતાં મોટા પ્રમાણમાં એન્જીનિયરિંગ કોલેજ ખુલી ગઈ છે. આ કોલજાેમાં ક્વોલિટી એજ્યુકેશન જળવાતું નહીં હોવાનું સામે આવી ચૂક્યું છે. પરંતુ એજ્યુકેશન બાબતે કોલેજાેમાં ચાલતી આવી લોલમલોલ હવેથી નહી ચાલે. રાજ્યની એન્જીનિયરિંગ કોલેજાેમાં પ્રિન્સીપાલથી લઇને સ્ટાફ અને સુવિધાઓનો અભાવ હશે તો હવે નહી ચાલે. જીટીયુ દ્વારા શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા રાજયની ૪૨૫ કોલેજાેમાં ઇન્સ્પેકશન હાથ ધરાશે.


