Gujarat

ચોટીલા પંથકમાંથી જુગાર રમતા ૧૩ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર
યાત્રાધામ ચોટીલા તાલુકાના જસદણ બોર્ડર ઉપરના ઢોકળવા ગામમાં ધારૈઇ ડેમ સીમ વિસ્તારમાં મોટા પાયે જુગારનો અખાડો જાહેરમાં ચાલતો હોવાની બાતમી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં રહેલા પીએસઆઈ વાય.એસ.ચુડાસમા તથા કે.ડી.જાડેજાને મળી હતી. જે અંગે હકિકતના આધારે હેડ કોન્સ્ટેબલ માલાભાઇ કલોત્રા, જગદિશભાઇ તથા કોન્સ્ટેબલ કનુભાઇ ખાચર, કુલદિપભાઇ બોરીચા, રવિભાઇ ખાચર, હિતેષભાઇ મકવાણા વિગેરેએ અચાનક જુગારધામ પર રેઇડ કરતા જાહેરમા આરોપીઓ ગેરકાયદેસર ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા રોકડ રૂ. ૬૯,૬૭૦ તથા ઇક્કો કાર તેમજ મોબાઇલ ફોન ૧૩ વિગેરે મળી કુલ કિ.રૂ .૨,૬૨,૬૭૦/-ના મુદામાલ સાથે કુલ -૧૩ આરોપીઓ પકડી પાડી તેમની વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ચોટીલાના નાની મોલડી પોલીસે બાતમીના આધારે ઢોકળવા ગામની સીમમાં જાહેરમાં ચાલતા અખાડા પર દરોડો પાડી રૂ. ૨,૬૨,૬૭૦ના મુદ્દામાલ સાથે ૧૩ શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે ૩ જુગારીઓ ફરાર થઇ જવામાં સફળ થયા હતા.

13-gamblers-caught.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *