Gujarat

ક્લાર્ક તથા ઓફીસ આસિસટન્ટની પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટર વિસ્તારના કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

જામનગર તા.૨૬ એપ્રિલ, આગામી તા.૨૪-૦૪-૨૦૨૨ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજીત બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયના ઓફીસ આસિસટન્ટ વર્ગ-૩ની લેખીત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા શાંતિથી લેવાય તથા પરીક્ષા દરમિયાન ચોરીના દૂષણને અટકાવવાના હેતુથી પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતાં ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા(સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તા.૨૪-૦૪-૨૦૨૨ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી ૧૩:૦૦ કલાક સુધી તેઓના કોપીયર મશીન બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઇએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય અનાધિકૃત સાહિત્ય વિ. સાથે પ્રવેશ કરવા ઉપર જામનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેશ પંડ્યા દ્વારા તેમને મળેલ સતાની રૂઇએ પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦(૪૫ અધિનિયમ)ની કલમ-૧૮૮ અન્વયે શિક્ષાપાત્ર થશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *