Gujarat

જેતપુર પીઠડીયા ટોલનાકાના પાસેથી કારના ચોરખાનામાં છુપાવી દારૂ-બીયર લઈ જતા બે શખ્સ પકડાયા

મધ્યપ્રદેશથી કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો હેરાફેરીનો નવો કીમિયો
ગ્રામ્ય એલસીબી ટીમનો દરોડો:રૂા.2.07 લાખનો મુદ્દામાલ કબજે
જેતપુર પાસે પીઠડીયા ટોલનાકા પાસે  ગ્રામ્ય એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશથી કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો લઇને આવેલા બે શખ્સોને પડકી લઇ 57 બોટલ દારૂ અને 48 ટીન બીયર સહીત કુલ.રૂ. 2,07,250નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી દારૂ મંગાવનાર બે શખ્સોની શોધખોળ શરુ કરી છે.
જેતપુર નજીક પીઠડીયા ટોકનાકા પાસે એલસીબીએ વોચ ગોઠવી જી.જે.-06-ડી.જી.-7744 નંબરની સ્કોડા ફેબીયા ગાડીના બોનેટ અને નબર પ્લેટના ભાગે ચોર ખાનામાં છુપાવેલ રૂ.48,450ની કિમતની 57 બોટલ દારૂ અને રૂ.4800ની કિમતના 48 ટીન બીયર સહિત રૂ. 2.07 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરાજી નાનીપરબડી મેઇનબજારના રહેવાસી અને હાલ મોરબી રહેતા હીતેષભાઇ વીનોદભાઇ ટીલાળા, જેતપુરના પેઢલાના જયદિપભાઇ જીતેન્દ્રભાઇ જેઠવાની ધરપકડ કરી હતી. જયારે દારૂનો જથ્થો મંગાવનાર જેતપુરના મોટાગુંદાળાના નવનીત ઉર્ફે લાલો જમનભાઇ શીંગાળા અને દારૂ સપ્લાય કરનાર મધ્યપ્રદેશના ડુંગરાવાડીના કમલેશની શોધખોળ શરુ કરી છે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220421-WA0129.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *