ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોખાસણ ગામમા રહેતો ભીખાજી પ્રતાપજી ઠાકોર ઉર્ફે ભલાજી ઠાકોર ૨૦૧૬મા એક ૧૭ વર્ષ અને ૪ મહિનાની સગીરાને ભગાડી ગયો હતો. લગ્નની લાલચ આપીને ભગાડી જઇને શરીર સબંધ બાધ્યા હતા. જેમા સગીરા ગર્ભવતી બની ગઇ હતી અને એક દિકરાનો જન્મ આપ્યો હતો. આ બનાવને લઇને આરોપી સામે સગીરાના પિતાએ કલોલ તાલુકા પોલીસ મથકમા આરોપી ભીખાજી સામે ગુનો નોંધાવ્યો હતો. જેને લઇને પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ કેસ ગાંધીનગર પોક્સો કોર્ટમા ચાલી રહ્યો હતો. આરોપી સામે ત્રણ મહિનામા ચાર્જશીટ દાખલ કરાયા બાદ સ્પેશ્યલ પોક્સો કોર્ટમા કેસ ચાલ્યો હતો. જેમા જજ એસ.એન.સોલંકીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલ તરીકે સુનિલ પંડ્યા દ્વારા આરોપીને સજા કરાવવા દલીલો કરવામા આવી હતી. જેને લઇને જજે ગંભીર પ્રકારનો ગુનો ગણાવી કલમ ૩૬૩, ૩૬૬ અને ૩૭૬ના ગુનામા ૧૦ વર્ષની કેદની સજા ફટકારી હતી, જ્યારે ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જાે દંડની રકમ ભરપાઇ ના કરે તો વધુ એક વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો. જ્યારે ભોગ બનનાર સગીરાને વળતર પેટે ૫૦ હજાર ચૂકવવા પણ હુકમ કરવામા આવ્યો હતો.કલોલના મોખાસણ ગામમા રહેતા આરોપી ૧૭ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. વર્ષ ૨૦૧૬મા તેના ઘરેથી ભગાડી જઇને સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી અને દિકરાનો જન્મ થયો હતો. જેને લઇને સગીરાના પિતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોક્સો કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસ ગાંધીનગર કોર્ટમા ચાલતા આરોપીને ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામા આવી હતી.


