નડિયાદ
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે રહેતી ૨૨ વર્ષીય યુવતીના લગ્ન આજથી બે વર્ષ પહેલા ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતીને સારા દિવસો રહેતાં તેણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો જે હાલ દોઢ વર્ષની છે. આ દીકરીના જન્મ બાદ પરણિતાના સાસુને મનદુઃખ થયેલું અને તેઓને દીકરો જાેઈતો હતો પરંતુ દીકરીનો જન્મ થતાં ત્યારથી તેણીના સાસુ પીડિતા સાથે સારું વર્તન રાખતા નહોતા. પીડિતાને ઘરનાં કામકાજ બાબતે વાંધા અચકા કાઢી બોલાચાલી કરી મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. તેણીના સાસુએ જણાવ્યું કે, તેઓને વંશ વેલો વધારવા માટે દીકરાની જરૂર છે અને આમ કહી ઝઘડો કરી ટોન્ટ મારતા પીડિતા પોતાના પિયરમાં રિસાઇને જતી રહી હતી. જાેકે તેણીના પિતા સમજાય બુજાવી પીડીતાને તેની સાસરીમાં મૂકી જતા હતા. ગયા સાડા ચારેક માસ અગાઉ પીડિતાના પતિએ પીડિતા સાથે ઘરના નાના-મોટા કામકાજ બાબતે ઝઘડો કરી ગમેતેમ ગાળો બોલી કહેવા લાગે કે, તું મને ગમતી નથી મારે તને રાખવી નથી તેમ કહી ત્રાસ આપ્યો હતો અને એ બાદ તેણીને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી પિડીતા પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી. જાેકે તેણીના પિતા પીડિતાના સાસરીમાં મુકવા જતા સાસરિયાના લોકોએ આ બંનેને ઘરમાં પેસવા દીધેલ નહોતા. આથી બેબાકળી બનેલી પરિણીતાએ ડાકોર પોલીસ નો સહારો લીધો છે. ડાકોર પોલીસે પીડિતાને ફરિયાદના આધારે તેના પતિ તાજીમખાન ઇનાયતખાન પઠાણ, સસરા ઈનાયતખાન હસનખાન પઠાણ અને સાસુ રસિદાબીબી ઈનાયતખાન પઠાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ખેડા જિલ્લામાં પણ દીકરા-દીકરીના ભેદ ભાવ જાેવા મળી રહ્યો છે. જેમાં કેટલાય લોકોના ઘર સંસાર પર કાતર ફરી વળી છે. ઠાસરાના ઢુણાદરામા પરિણીતાએ દિકરાને જન્મ? નહી આપતા સાસરીયાના લોકોએ પીડિતા પર ત્રાસ વર્તાવ્યો અને તેણીને ઘરની બહાર તગેડી મૂકી છે. આથી પરિણીતાએ ન્યાય મેળવવા પોલીસના દ્વાર ખખડાવ્યા છે. આ બનાવ સંદર્ભે ડાકોર પોલીસે પીડિતાની ફરિયાદના આધારે પતિ, સાસુ-સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
