જામનગર
જામનગરના દરેડના મારવાડી વાસ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમે સ્ટ્રીટ ચિલ્ડ્રન માટે કાઉન્સેલિંગ કેમ્પનું આયોજન કર્યુજામનગરમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નેશનલ કમિશનર ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઈટ્સ (એન.સી.પિ.સી.આર.) નવી દિલ્હી દ્વારા બનાવેલા બાળ સ્વરાજ પોર્ટલ પર જામનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ૧૦૧ સ્ટ્રીટ ચિલ્ડ્રનનો સર્વે કરી તેમની વિગતો એકત્રિત કરી અપલોડ કરવામાં આવી હતી. વધુમાં આ બાળકોના આરોગ્ય, શિક્ષણ, સંસ્થાકીય સંભાળ, કૌટુંબિક પુનઃ સ્થાપન જેવી સહાય આપવાની સુચનાઓ સામાજિક અને ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આપવામાં આવી હતી. આ બાળકો માટે જામનગર જિલ્લા સમાજ અધિકારી ડો. પ્રાર્થનાબેન વી. શેરશીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જ્યોત્સનાબેન હરણ તથા ટીમના સભ્યો પુર્વીબેન ચુડાસમા, યશદીપસિંહ જાડેજા તેમજ રમેશભાઇ સંઘાણી દ્વારા મારવાડા વાસ દરેડ વિસ્તારના સ્ટ્રીટ ચાઈલ્ડ્નો મારવાડી વાસ, દરેડ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ બાળકો હેતુ કાઉંન્સેલિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દ્વારા નોંધાયેલા બાળકો સિવાયના પણ બાળકો અને તેમના પરિવારની મનોસ્થિતિ તેમજ આ પરિવારોની જરૂરિયાતો જાણવા મળી હતી. આ સાથે આ વિસ્તારમાં બાળ લગ્ન અંગેનો જાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. જેમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન વી. શેરશીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા કાયદા વિશેની સમજ આપવામાં આવી હતી.
