Gujarat

“ખેડૂત ભાગીદારી” – આપણી પ્રાથમિકતા

તા.૨૪ એપ્રિલથી ૦૧ મે સુધી પી.એમ.કિશાન યોજનાના દરેક લાભાર્થીઓને કિશાન ક્રેડીટ કાર્ડમાં સમાવેશ કરવાની ઝુંબેશ

       

જામનગર તા.૨૨ એપ્રિલ,ભારત સરકારના ખેતી અને ખેડૂતના કલ્યાણ વિભાગ મંત્રાલય દ્વારા પી.એમ.કિશાનના બધા લાભાર્થીઓને કિશાન ક્રેડીટ કાર્ડ આપવાની ખાસ ઝુંબેશ ૨૪-૦૪-૨૦૨૨ થી   ૦૧-૦૫-૨૦૨૨ સુધી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમ્યાન બેંકો દ્વારા લોકલ સરકારી વિભાગ, સખી મંડળ અને ગ્રાહક સેવા કેન્દ્રની મદદથી પી.એમ. કિશાન યોજનાના વધારેમાં વધારે લાભાર્થીઓને કિશાન ક્રેડીટ કાર્ડ આપવામાં આવશે.

 

આ ઝુંબેશની શરૂઆત તા.૨૪-૦૪-૨૦૨૨ના રોજ સમગ્ર દેશની દરેક ગ્રામ પંચાયતમાં ખાસ સભાદ્વારા કરવામાં આવશે અને  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જરૂરી માર્ગદર્શન આપી તેનો શુભારંભ કરાવશે. દરેક ખેડૂત મિત્રોને વધારેમાં વધારે સંખ્યામાં ગ્રામ સભામાં જોડાઈને કિશાન ક્રેડીટ કાર્ડ માટે નોંધણી કરાવવા લીડ બેંક મેનેજર દ્વારા અપીલ કરાઈ છે.

 

આ ઉપરાંત બેંકો દ્વારા ખાસ કેમ્પ કરવામાં આવશે. જે ખેડૂત ભાઈઓએ કિશાન ક્રેડીટ કાર્ડનો લાભ ન લીધેલ હોય તે લોકોને KCCનું ફોર્મ ભરીને જે તે બેંકની લાગુ પડતી શાખામાં મોકલવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *