ચીન
ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે સીપીઇસી ચીનનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઇ ચીન જેવા વિવાદિત વિસ્તારમાંથી થઇને પસાર થાય છે. ભારત આ પ્રોજેક્ટનો વિરોધ કરે છે કારણ કે આ પાક અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે. મુખ્ય રીતે આ હાઇવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, જે ચીનની કાશગર પ્રાંતને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી જાેડશે.પાકિસ્તાનમાં સરકાર બદલાઇ ગઈ છે. નવી સરકાર હવે મિત્ર ચીનને તગડો ઝટકો આપવાની તૈયારીમાં છે. પાકિસ્તાનમાં શહબાઝ શરીફ સરકારે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રાધિકરણને ખતમ કરવા માટે એક પ્રક્રિયા શરુ કરી છે. પાકિસ્તાનના યોજના મંત્રીએ કહ્યું કે એક અનાવશ્યક સંગઠન છે જેણે સંશાધનોને બર્બાદ કર્યા અને મહત્વકાંક્ષી ક્ષેત્રીય સંપર્ક કાર્યક્રમના ત્વરિત કાર્યાન્વયનને નિષ્ફળ કર્યા છે. યોજના મંત્રી અહસાન ઇકબાલે સંબધિત અધિકારીઓને પ્રાધિકરણને ખતમ કરવાની પ્રક્રિયા શરુ કરવાનો આદેશ આપ્યો છે કારણ કે ચીની વીજળી ઉત્પાદકોએ ૩૦૦ અબજ રૂપિયાની બાકી રકમ પેમેન્ટ ના કરતા ૧૯૮૦ મેગાવોટ ઉત્પાદન ક્ષમતાને બંધ કરી દીધી છે. ૨૦૧૯માં એક અધ્યાદેશના માધ્યમથી સ્થાપિત ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રાધિકરણનો ઉદ્દેશ્ય સીપેકથી સંબંધિત ગતિવિધિઓને ઝડપી બનાવવી, વિકાસના નવા માધ્યમની શોધ કરવી, ક્ષેત્રીય અને વૈશ્વિક સંપર્કના માધ્યમથી પરસ્પર ઉત્પાદન નેટવર્કની ક્ષમતાને ખોલવો હતો. નવા યોજના મંત્રીના મતે તેમના અધિકારી એક સંક્ષિપ્ત વિવરણ રજુ કરીને પ્રધાનમંત્રી શહબાઝ શરીફને સીપેક પ્રાધિકરણને ખતમ કરવા માટે મંજૂરીની વિનંતી કરશે. ઇકબાલે સમાચાર પત્રને જણાવ્યું કે પ્રાધિકરણ એક અનાવશ્યક સંગઠન છે જેના દ્વારા સંશાધનોની બર્બાદી કરવામાં આવી છે. જેણે સીપીઇસીના ત્વરિત કાર્યાન્વયનને નિષ્ફળ કર્યા છે. ઝ્રઁઈઝ્ર કોરિડોરને ખતમ કરવાનો ર્નિણય પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ની સમાનાંતર વ્યવસ્થાની સ્થાપના સામે બનાવેલી નીતિના અનુરુપ છે. ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન’ ના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ (પીટીઆઈ)ની પૂર્વવર્તી સરકારને પ્રાધિકરણને સ્થાપિત કરવામાં બે વર્ષ લાગ્યા જે ઘણા હદ સુધી નિષ્ક્રીય રહ્યા હતા.
