અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતીમાં આજે આ માર્ગના પેકેજ-૧ની રૂ.૬૪૯ કરોડના ખર્ચે પૂર્ણ થયેલી બગોદરાથી તારાપૂરના ૫૪ કિલોમીટર માર્ગની ૬ લેન કામગીરીનું લોકાર્પણ સંપન્ન કર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં વિકાસને નવી ગતિ આપીને નીત નવા સિમાચિન્હો હાંસલ કરી રહ્યું છે. વિકાસની રાજનીતિથી છેવાડાના અંતરિયાળ ગામોના લોકોને પણ રોડ-રસ્તા, પાણી, શિક્ષણ આરોગ્ય જેવી સુવિધાથી સાંકળી લઇને વિકાસ કોને કહેવાય તે આપણે લોકોને બતાવી દીધુ છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હવે લોકોએ પણ ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત એ વાત સ્વીકારી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ વિકાસની સ્પર્ધાનો યુગ શરૂ કરાવ્યો છે અને છેક છેવાડાના માનવી સુધી સુખ, સુવિધા પહોચાડવાના કરોડો રૂપિયાના વિકાસ કામોથી લોકોને સાંકળ્યા છે. વિકાસની પ્રાથમિક શરત એવી ત્રણ મુખ્ય બાબતો શિક્ષણ, સ્વાસ્થ્ય અને શાંતિને પણ સરકારે અગ્રતા આપી છે. ગ્રામીણ ક્ષેત્રોને પણ પાકા રસ્તાની સુવિધા આપવા પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનામાં ૧૩૭૦૦ કિલોમીટરના ગ્રામ માર્ગોના રૂ. ૪૦૮૬ કરોડના કામો બે દાયકામાં પૂર્ણ કર્યા છે. રાજકોટ હાઇવે ૬ લેન થઈ રહ્યો છે, સરખેજ-ગાંધીનગર હાઇવે ૬ લેન બનવાની તૈયારીમાં છે અને ગામડાઓને પણ વધુમાં વધુ રોડ કનેક્ટિવિટીથી જાેડવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીમાં પણ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતનો વિકાસ અટક્યો નથી. નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક વ્યવસ્થાની સાથો સાથ દરેકના જીવનનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે, તેના કારણે જ સમગ્ર વિશ્વમાં વિઝનરી લીડર તરીકે નરેન્દ્ર મોદી પ્રસ્થાપિત થયા છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઝોનમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું છે. બગોદરાથી તારાપુર ૫૪ કિલોમીટરના ૬ માર્ગીય રસ્તાનું લોકાર્પણ થકી ગુજરાતના વિકાસની હરણફાળનું વધુ એક ઉદાહરણ આજે આપણી સૌ સમક્ષ છે. વાસદથી તારાપુર ૪૭ કિલોમીટર અને તારાપુરથી બગોદરા ૫૪ કિલોમીટર એમ બે ભાગમાં કુલ ૧૦૧ કિલોમીટરનો રોડ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. આ રસ્તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના લાખો નાગરિકોને અવરજવર માટે એક સેતુરૂપી સાબિત થવાનો છે. પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું કે, વિકાસપુરૂષ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આપણા સૌની ગુજરાત સરકારનો માર્ગ અને મકાન વિભાગ ૪ અને ૬ માર્ગીય રસ્તાના ઝડપથી નિર્માણની નેમ સાથે આગળ વધી રહ્યો છે.આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૬૪૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપુર ૫૪ કિલોમીટર ૬ લેન થયેલા માર્ગનું લોકાર્પણ કર્યુ હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે રેલ, રોડ, સહિતની કનેક્ટીવિટીનું જે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે તેણે ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. મુખ્યમંત્રીએ રૂ. ૬૪૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર-વાસદ ૫૪ કિલોમીટર રસ્તાની પૂર્ણ થયેલી સિક્સલેન કામગીરીનું લોકાર્પણ કર્યુ હતું. રાજ્યના માર્ગ-મકાન વિભાગે આ બગોદરા-તારાપૂર-વાસદ ના સમગ્ર માર્ગને ૬ લેન કરવાનો પ્રોજેક્ટ બે પેકેજમાં હાથ ધરવાનો ર્નિણય કરીને તારાપૂર-વાસદ માર્ગની રૂ.૧૦૦૫ કરોડના ખર્ચે ૬ લેન કામગીરી ઓક્ટોબર-૨૦૨૧માં પૂર્ણ કરી દીધી હતી.


