ભરૂચ
ભરૂચ જિલ્લામાં જંબુસર રોડ પર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું હતું, જ્યારે ૫ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જંબુસર ભરૂચ જવાના રોડ પર ગાર્ડન હોટલ પાસે બાઇક સવારો પસાર થતા તે દરમિયાન અચાનક સામ સામે ભટકાતા પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિઓ તોફીક રફીક મિરઝા ઉંમર પચ્ચીસ રહે જંબુસર શાહિદ સાદિક શેખ રહે જંબુસર ઉંમર વર્ષ બાવીસ પિયુષભાઈ શૈલેષભાઈ ઉંમર વીસ રહે મંગણાંદ મયુરભાઈ ભૂપેન્દ્રભાઇ વાઘેલા અઢાર વર્ષ રહે મંગણાંદ વિજયભાઇ ભીખાભાઇ મગણાદ ઉંમર વીસ પાંચ ઇજાગ્રસ્ત ને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે લાવ્યાં હતાં. એક ઇસમ પિયુષભાઈ શૈલેશભાઈ નુ મોત નિપજ્યું હતું જ્યારે બે વ્યક્તિઓને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. બનાવની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા શોકનો માહોલ છવાયો હતો ઘટનાની જાણ જંબુસર પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


