જામનગર
જામનગરની જી.જી હોસ્પિટલના કોવિડ ૧૯ બિલ્ડીંગ પાસે આવેલા પટાંગણમાં અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો અને ટોળેટોળાં એકઠાં થઇ ગયાં હતાં. ત્યારબાદ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને પરિવારના સગા વચ્ચેની મારામારીમાં તેમણે અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો હતો.જામનગરની જી.જી.હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ ફરી વિવાદમાં આવ્યા છે. ત્યારે જી.જી.હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જ્યારે સગાવહાલા પોતાના દાખલ કરેલા દર્દીની ખબર અંતર પૂછવા જતા હતા તે સમયે જી.જી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ બાખડી પડ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


