Gujarat

મોરબીમાં ઈકો કાર પુલ પરથી નીચે નદીમાં પડતા ૧નું મોત

મોરબી
મોરબી નજીક આવેલા મચ્છુ-૩ ડેમ બાયપાસ રોડના કારણે ખાલી કરી દેવામાં આવ્યો હોવાથી હાલમાં માળીયા મિયાણાના બેઠા પુલ ઉપર છલોછલ પાણી ભરેલું છે. એવામાં આજે એક પેસેન્જર ભરેલી ઇકો ગાડી પુલ ઉપરથી પાણીમાં ખાબકતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જાે કે આ અકસ્માતમાં ઇકો ગાડીમાં બેઠેલા હલીમાબેન નૂરમામદભાઈ કાજી નામના ૬૦ વર્ષના વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય પેસેન્જરોને પાણીમાંથી હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના અંગે માળીયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.મોરબીના માળીયા મિયાણા નજીક આવેલા મચ્છુ નદીના બેઠા પુલ ઉપરથી પેસેન્જર ભરેલી ઇકો કાર અચાનક નદીમાં ખાબકતા ઇકો ગાડીમાં બેઠેલા વૃદ્ધાનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય પેસેન્જરોને પાણીમાંથી હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

Echo-car-plunges-into-the-Machhu-River-over-the-pool.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *