Gujarat

પીપાવાવ પોલીસ સ્ટેશનની નજીકમાં જ પાનના ગલ્લામાં ગેરકાયદેસર ચાલતું દેશી દારૂનું વેચાણ

અમરેલી
ગુજરાતમાં દારૂબંધી તો છે પણ રોજબરોજ બુટલેગરો અને પીધેલા પોલીસના હાથે ઝડપાતા હોય છે, ત્યારે ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનની નજીક નામ વગરના પાનના ગલ્લે દેશી દારૂનું વેચાણ થઇ રહ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધ ખુલ્લેઆમ દેશી દારૂ વેચી રહ્યાં છે. અમરેલી જિલ્લામા દરિયાકાંઠે દારૂનું દુષણ વધી રહ્યું છે. જેના કારણે પરિવારો બરબાદ થઈ રહ્યા છે. દરિયા કાંઠે આવેલા પીપાવાવ પોર્ટ ઉધોગ સહિત નાના મોટી કંપનીઓ ધમધમી રહી છે અને પીપાવાવ ફોરવે હાઇવે ઉપર નામ વગરની પાનની દુકાન આવેલી છે, જ્યાં એક વૃદ્ધ અહીં ખુલ્લેઆમ દેશી દારૂ વેચે છે. અહીં ૧ કિલોમીટર દૂર કોસ્ટલ વિસ્તારનું પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન આવેલું છે, તેની હદ્દ વિસ્તારમાં દારૂનો વેપલો ચાલી રહ્યો છે. જેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ગેરકાયદેસર પ્રવુતિ નહીં ચલાવી લેવાય કાર્યવાહી થશે. તમામ પોલીસ અધિકારીઓને પણ સૂચના આપી હતી, તેમ છતાં ખુલ્લેઆમ દારૂ વેચાઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *