Gujarat

સસ્તી પ્રોપર્ટીના નામે ચુનો લગાવનાર કુખ્યાત ઝડપાયો

સુરત
અડાજણમાં મલ્ટીનેશનલ કંપનીના મેનેજરે સસ્તામાં ૪ મિલકતો લેવા મિત્રના પુત્ર પર વિશ્વાસ કરવામાં ૩.૬૬ કરોડની રકમ ગુમાવી હતી. આ ગુનામાં ઈકોસેલે આણંદથી એ વ્યક્તિની ધરપકડ કરી છે. પાર્ટી કો પૈસે કી બહુત જરૂરત હૈ તો યે પ્રોપર્ટી અપને કો સસ્તે મે મીલ જાયેગી’ એમ કહી છેતરપિંડી આચરી હતી. ઇકોનોમીક સેલ દ્વારા ચોરી થયેલા સ્ટેમ્પ પેપરના આધારે મિલકતના બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપિંડી કરનાર કુખ્યાત ભેજાબાજને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી અશ્વીન લાંગડીયા ચોરીના ઈ-સ્ટેમ્પ પેપર સૂત્રધાર ઉપવન ઉર્ફે બંટી પવન જૈને આપ્યા હતા. તે ઈ-સ્ટેમ્પ પેપર બોગસ દસ્તાવેજ બનાવ્યો હતો. અગાઉ આ કેસમાં ૨ સાક્ષી બનેલા આરોપીઓ પકડાયા હતા. હજુ મુખ્ય સૂત્રધાર પકડાય પછી અનેક ભોપાળા બહાર આવી શકે છે. મેનેજરને સસ્તામાં પિપલોદ રીવર પેલેસમાં ફલેટ, યુનિવર્સિટી રોડ પર ધી લેજન્ડ બિલ્ડિંગમાં ફલેટ અને ઉધના મગદલ્લા રોડ પર કેસલ બ્રાઉન ફલેટ મળી ચારેય મિલકતો રૂ.૩.૬૬ કરોડમાં ખરીદી હતી. સુરતના અડાજણમાં કરણ પાર્ક રો હાઉસમાં રહેતા ગ્યાનચંદ બજરંગલાલ જૈન અને તેમના પુત્ર રોહિત જૈન સુરતના ઇચ્છાપોર ખાતે પ્લાસ્ટીકના દાણા બનાવવાની ફેક્ટરી ધરાવે છે. તેમના પારિવારીક મિત્ર પવનકુમાર જવાહરલાલ જૈનનો પુત્ર ઉપવન ઉર્ફે બંટી જૈને વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ અંતર્ગત વેસુ વીઆઇપી રોડના વીઆઇપી પ્લાઝામાં ઓફિસ પીપલોદના રીવર પેલેસનો ફ્લેટ, ઉધના-મગદલ્લા રોડના ધી લેજન્ડ બિલ્ડીંગ અને કેસલ બ્રાઉન કોમ્પ્લેક્ષનો ફ્લેટ ‘પાર્ટી કો પૈસે કી બહુત જરૂરત હૈ તો યે પ્રોપર્ટી અપને કો સસ્તે મે મીલ જાયેગી’ એમ કહી બોગસ વેચાણ દસ્તાવેજ પધરાવી રૂ. ૩.૬૬ કરોડ પડાવી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે ઉપવનની શોધખોળ કરવાની સાથે ધી લેજન્ટ બિલ્ડીંગનો જે વેચાણ દસ્તાવેજ થયો હતો તે સ્ટેમ્પ પેપરની તપાસ કરી હતી. આ સ્ટેમ્પ પેપર વર્ષ ૨૦૧૪માં સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાંથી ચોરી થયો હતો અને આ અંગે અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ પણ થઇ હતી. જેથી પોલીસે આ સ્ટેમ્પ પેપર ચોરી કરનાર અશ્વીન કરમશી લાંગડીયા અને ચેતન રમેશ માંગરોલીયા અને ચેતન રમેશ માંગરોલીયા પર તપાસ કેન્દ્રિત કરી હતી. જે પૈકી અશ્વીન ઉપવન જૈનના સંર્પકમાં હોવાના અને તેઓ વચ્ચે બેંક ટ્રાન્જેકશન પણ થયા હોવાના પુરાવા મળતા પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે આ પ્રકરણમાં પોલીસે અગાઉ બોગસ દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર આરીફ ગુલશેરખાન પઠાણ અને નરેશ કેશવ વાઢેળની ધરપકડ કરી હતી. જ્યારે હાલ ઉપવન જૈન વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો ઉપવન જૈન અને સ્ટેમ્પ પેપર ચોર અશ્વીન લાંગડીયા બંને મિત્રો ઉદ્યોગપતિ પિતા-પુત્રને સસ્તામાં પ્રોપર્ટી અપાવવાની લાલચ આપી રૂ. ૩.૬૬ કરોડ પડાવનાર ઉપવન જૈન હજી પોલીસ સકંજામાં આવ્યો નથી. ઉપવન અને અશ્વીન બંને મિત્રો છે અને તેઓ વચ્ચે મોબાઇલ પર અને બેંક થકી આર્થિક વ્યવહારો પણ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *