Gujarat

કિંજલ દવેના કાર્યક્રમમાં ચલણી નોટનો વરસાદ અને ખુરશીઓ પણ તોડી કેટલાક ચાહકો ઝૂમી ઉઠ્‌યા

પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે લોક ગાયક કિંજલ દવેના સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિંજલ દવે પર ચલણી નોટનો વરસાદ શરૂ થયો હતો. જાેકે, કેટલાક ચાહકો ઝૂમી ઉઠ્‌યા હતા અને ખુરશી ઉપર ચડી પડાપડી કરવા લાગ્યા હતા. જેને લઈ કેટલીય ખુરશીઓ તૂટી ગઈ હતી. કેટલાક યુવાનો ખુરશીઓ ઉછાળતા અફરાતફરી મચી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા આઝાદી કા અમુત મહોત્સવ અંતર્ગત રાધનપુરની અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે લોક ગાયક કિંજલ દવેના સંગીતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કિંજલ દવે પર ચલણી નોટનો વરસાદ થયો હતો. જાેકે, બીજી તરફ કેટલાક યુવાનો ખુરશીઓ ઉછાળતા નજરે પડ્યા હતા. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. યુવાનોએ ખુરશીઓ ઉછાળતા કેટલીય ખુરશીઓ તૂટી ગઈ હતી. ગીત સંગીતનો આ કાર્યક્રમ મોટાભાગના શ્રોતાઓએ શાંતિપૂર્વક સાંભળ્યો હતો, પરંતુ કેટલાક તોફાની તત્વોએ કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ ઉછાળી તોડી નાખી હતી. જે દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

Plastic-chairs-also-bounced-along-the-notes.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *