પાલનપુર
બનાસકાંઠા એસઓજી પોલીસ કોસ્ટેબલ હસમુખદાનને મળેલી બાતમીના આધારે મેડિકલ ઓફિસર એન.સી.ચૌધરી પી.એચ.સી. રામપુરાનાઓ તથા તેઓના સ્ટાફ સાથે રેડ કરતાં વિરમપુર સુકાન્તકુમાર અમૂલ્ય રતન બિશ્વાસ (રહે. શિયાવા તા.આબુરોડ, રાજસ્થાન )વાળો વિરમપુર દાવડાવાસમાં દવાખાનું ખોલી ડીગ્રી વગર દવા કરતો હતો. જેથી તેને ઝડપી મેડિકલ પ્રેક્ટિસન એક્ટ કલમ ૩૦,૩૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અમીરગઢ પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે ડીગ્રી વગર એલોપેથીક દવાઓ રાખી સારવાર કરતા રાજસ્થાનના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. એસ.ઓ.જી પોલીસે રામપુરા વડલા પીએચસી સ્ટાફ સાથે સુકાન્તકુમાર અમૂલ્ય રતન બિશ્વાસ વિરમપુર ગામે દવાખાનામાં રેડ નાખતા ડોક્ટરની પૂછપરછ કરી હતી. જેમાં ગુજરાત મેડિકલ એક્ટ અન્વયે સર્ટિફિકેટ માંગતા શખ્સ કોઈ મેડિકલ કાઉન્સિલર માન્ય સર્ટી રાજૂ કરી શક્યો નહોતો. જેથી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.


