છોટાઉદેપુર જિલ્લાના લિંડા ગામે આદિજાતિ વિભાગ ના શિક્ષણ સંકુલ માં ફરજ બજાવતા 80 શિક્ષકો પોતાની પડતર માંગ ને લઈ 3 દિવસ થી હડતાલ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.છતાંય છોટાઉદેપુર જિલ્લા પ્રાયોજના કચેરી ધ્યાન ન આપતા તંત્ર ને જગાડવા માટે હડતાલ પર બેસેલા શિક્ષકો રામધૂન ભજન કરી અનોખો વિરોધ કર્યો છે. સરકારે જે 26,8,19 ના પરિપત્ર કરેલ છે.તેનો અમલ અન્ય જિલ્લા મા થયો છે.અને અન્ય જિલ્લા ના એલ એમ સી શિક્ષકો ને પગાર તેમજ એરિયર્સ પણ ચૂકવાયું છે.ફક્ત છોટાઉદેપુર જિલ્લા મા સરકાર ના પરિપત્ર નો અમલ થયો ન હોય હડતાલ પર બેસેલા શિક્ષકો તંત્ર સુધી તેમનો આવાઝ પોહચે કરી હવે અનોખા વિરોધ તરફ વળ્યા છે. લિંડા શિક્ષણ સંકુલ મા હાલ 1200 વિદ્યાર્થીઓ ની પરિક્ષા છે તેનું સુપરવિઝન પણ હાલ ક્લાર્ક વોર્ડન,એકાઉન્ટર,આચાર્ય ને ભરોષે છે. આ બાબતે તંત્ર ધ્યાન નય આપે તો હજુ શિક્ષકો આ હડતાલ ને ઉગ્ર આંદોલન તરફ લઈ જવાનું જણાવી રહ્યા છે.ત્યારે શિક્ષકો ની હડતાલ નો સુખદ અંત આવે તે પણ જરૂરી બન્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


