Delhi

અખાત્રીજ તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

નવીદિલ્હી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે સ્ઝ્રઠ પર સોનું અને ચાંદી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સ્ઝ્રઠ પર સોનું રૂ. ૧૨૪ અથવા ૦.૨૪ ટકાના ઘટાડા સાથે ૫૧,૪૬૦ પ્રતિ ૧૦ ગ્રામનો વેપાર થઈ રહ્યો છે. સોનાનો આ વેપાર જૂન વાયદા માટે જાેવા મળી રહ્યો છે. સ્ઝ્રઠ પર, ચાંદી રૂ. ૧૫૬ અથવા ૦.૨૪ ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે અને તેની કિંમત રૂ. ૬૪,૮૧૨ પ્રતિ ૧૦ ગ્રામ પર છે. ચાંદીનો આ વેપાર મે વાયદા માટે જાેવા મળી રહ્યો છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં તેજી જાેવા મળી રહી છે. ૨૨ કેરેટ સોનાની કિંમત ૫૦ રૂપિયા વધીને ૪૮,૪૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર જાેવા મળી રહી છે. તે જ સમયે, ૨૪ કેરેટ સોનાની કિંમત ૫૨,૮૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર યથાવત છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૪૮,૪૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ જાેવા મળી રહી છે. તે જ સમયે, ૨૪ કેરેટ સોનાની કિંમત ૫૨,૮૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર યથાવત છે. વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું ૦.૧ ટકા ઘટીને ઇં૧,૯૦૩.૧૬ પ્રતિ ઔંસ હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર ૦.૧ ટકા વધીને ઇં૧,૯૦૫.૮૦ પર હતો. હાજર ચાંદી ૦.૩ ટકા વધીને ઇં૨૩.૫૬ પ્રતિ ઔંસ, પ્લેટિનમ ૦.૨ ટકા વધીને ઇં૯૨૨.૮૯ અને પેલેડિયમ ૦.૧ ટકા વધીને ઇં૨,૧૮૮.૪૪ પર પહોંચ્યું.સોના અને ચાંદીના ભાવ સુસ્તી સાથે કારોબાર કરી રહ્યા છે અને તે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જાે તમને અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની તક દેખાય છે, તો તમને જણાવી દઈએ કે આજે પહેલા સોનું અને ચાંદી સસ્તા થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *