Gujarat

ખરેખર ખૂબ સ્તુત્ય કાર્ય.. લાખ લાખ શુભાશિષ.. સાવરકુંડલા શહેરનાં શહેર ભાજપ અનુ. મોરચા મહામંત્રી શ્રી લલિતકુમાર મારૂએ વોર્ડ નંબર સાતમા પાલક પિતા તરીકે બે બાળકોની જવાબદારી લીધી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા વોર્ડ નંબર ૭માં પાલક પિતા  તરીકે ૨ (બે) બાળકોની જવાબદારી સાવરકુંડલા શહેર ભાજપ અનુ. મોરચા, મહામંત્રી શ્રી લલિતકુમાર જે. મારૂએ લીધી છે તે અંતર્ગત વોર્ડ નં.૭ના આંગણવાડીના કાર્યકર્તા લીલાબેન બી. રાઠોડ દ્વારા વોર્ડ નં.૭ ખાતે સુપોષણ અભિયાન  હેઠળ આયોજીત પોષણ અને આરોગ્ય જાગૃતિ સેમિનારમાં માતાઓને વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી આપવામાં આવી તેમજ બાળકોને પોષણયુક્ત ફળોનું  વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાવરકુંડલા  નગરપાલિકા માજી પ્રમુખ અને અમરેલી જિલ્લા ભાજપ અનુ. મોરચાના અધ્યક્ષશ્રી કેશુભાઈ વાઘેલા અને  સાવરકુંડલા શહેર ભાજપ મંત્રી શ્રી જયંતિભાઈ હેલૈયા ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220428-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *