કવાંટ તાલુકાના કડીપાણી ખાતે ચાલતી છોટાઉદેપુર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય માં વર્ષ 2022-23ના નવા સત્રમાં ધોરણ 6 માં પ્રવેશ માટે ની પ્રવેશ પરીક્ષા આજે યોજાઈ હતી, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે દરેક તાલુકા મથકે 9 અલગ અલગ કેન્દ્ર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, ધોરણ 6માં પ્રવેશ મેળવવા માંગતા જિલ્લાના 2319 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું ,જોકે આજે યોજાયેલ પરીક્ષામાં 1783 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા, પરીક્ષા માટે જવાહર નવોદય દ્વારા સચારુ આયોજન કરવામાં આવ્યું હતું,છોટાઉદેપુર નગરની એસ એફ હાઈસ્કૂલ અને ડોન બોસ્કો હાઈસ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું હતું,જિલ્લાના તમામ કેન્દ્ર ઉપર JNV દ્વારા પરીક્ષા લક્ષી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ,પરીક્ષા શાંતિ પૂર્ણ રીતે લેવાઈ હતી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ સારા પરિણામ ની આશા સાથે JNV મા પ્રવેશ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


