કોર્ટે રિમાન્ડ તેમજ જામીન કર્યા નામંજૂર…
જવાહર ચાવડાના નજીક ગણાતા લુશાળા સરપંચ બટુક ડાંગર સહીત ૬ આરોપીઓ જેલ હવાલે …
વંથલી :
ગત રોજ વંથલી નાં લુશાળા ગામે વીજ ચેકિંગ માટે શાપુર પી.જી.વી.સી.એલ. સબ ડીવીઝન ની ટીમ ત્રાટકી હતી. પરંતુ તે સમયે લુશાળા ગામ નાં સરપંચ અને પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડા નાં નજીક ગણાતા બટુક ડાંગર અને ગ્રામજનો ને વીજ ચેકિંગ કરવા આવેલી ટીમ સાથે માથાકૂટ થવા પામેલ હતી. પી.જી.વી.સી.એલ. નાં કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરપંચ બટુક ડાંગર દ્વારા પી.જી.વી.સી.એલ નાં કર્મચારીઓને ઢીકા પાટું નો માર મારેલ હતો અને ચેકિંગ દરમિયાન બનાવવામાં આવેલ સાધનિક કાગળો ફાળી નાખ્યા હતા. આ બાદ વીજ કર્મચારીઓ એ વંથલી પોલીસ માં આઈ.પી.સી ની કલમ ૩૯૪, ૩૩૨, ૧૮૬, ૨૯૪ (બી), ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૯ મુજબ લુશાળા ગામના સરપંચ સહીત પચાસ લોકોના ટોળા સામે ગુન્હો નોંધાવ્યો હતો. વંથલી પોલીસ દ્વારા લુશાળા ગામે આરોપી ઓ ની ધરપકડ કરવા જતી વખતે ગામજનો અને વંથલી પોલીસ સાથે ઘર્ષણ થયું હતું જેમાં વંથલી પોલીસ ને એક જવાન ને હાથ માં લાગેલ હતું તેમજ અન્ય ગ્રામ જનો દ્વારા આક્ષેપ કરવામાં આવેલ હતો કે વંથલી પોલીસ નાં અધિકારી અલ્પા ડોડીયા સહીત અન્ય સ્ટાફ દ્વારા માસુમ લોકો ને મકાન નાં દરવાજા તોડી બહાર કાઢી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ધટના માં મહિલાઓ સહીત બાળકો ને પણ પોલીસ દ્વારા મારવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મારવામાં આવેલ મહિલા ને વંથલી સી.એચ.સી. ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ બાબત ની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી.
આજ રોજ વંથલી પોલીસ દ્વારા તમામ ૬ આરોપી ઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા અને વંથલી પોલીસ દ્વારા રિમાન્ડ પણ માગવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા ન હતા. સાથે સાથે આરોપીઓની જામીન અરજી પણ ફગાવી દીધી હતી અને તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.
રીપોર્ટ બાય :
હાર્દિક વાણીયા – વંથલી


