જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામમાં પરપ્રાંતીય મજૂર ના બાળકે રમતાં રમતાં ટ્રેકટર ચાલુ કરી દેતા અડધા કિલોમીટર દૂર પાણી ભરેલા ઉડા કુવામાં બાળક સહિત ટ્રેકટર ખાબકતા બાળકનું મોત નિપજ્યું કલાકોની જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમ હાલ કૂવામાંથી બાળક તેમજ ટ્રેકટરનું રેસ્કયું હાથ ધર્યું છે
ઘટના મુજબ જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામમાં રહેતા ખેડૂત શંભુભાઈ રાઘવભાઇ રાબડીયાની વાડીમાં કામ કરતા મધ્ય મધ્યપ્રદેશ જીલ્લાના શીહોલ તાલુકાના ઈચવાર ગામના પરપ્રાંતીય મજૂર લછુભાઇ બારેલા (આદિવાસી) સહિતનો પરિવાર વાડીમાં કામ કરી રહ્યા હતા ત્યારે લછુભાઇ બારેલાનો ચાર વર્ષનો પાંચ વાગ્યા પુત્ર દિપક ટ્રેક્ટર પાસે રમી રહ્યો હતો ત્યારે એકા એક ટ્રેકટર પાસે પહોંચી ટ્રેક્ટર ચાલુ કરતા અડધા અડધો ફૂટ દૂર 70 ફૂટ ઉડા કૂવામાં 20 ફૂટે પાણી હોઈ જેમાં ટ્રેકટર સાથે બાળક ખાબકતા બાળક તેમજ ટ્રેકટર ઉડા કૂવામાં ગરકાવ થયાં હતાં જેની પરિવારને જાણ થતાં પરિવારે વાડી માલિક તેમજ સરપંચ દ્વારા તંત્રને જાણ કરવામા આવી હતી.જેતપુરથી ફાયર બ્રિગેડની ટીમે તેમજ જેતપુર ગ્રામ્ય મામલતદાર ,તાલુકા પોલીસ ઘટનાસ્થળે પર પહોંચી હતી અને બાળક તેમજ ટ્રેકટરનું રેસ્ક્યું હાથ ધર્યું હતું પરતું કૂવામાં 20 ફૂટે પાણી ભરેલ હોઈ હાલ રેસક્યું ચાલી રહી છે.


