Gujarat

અંબાજી ગ્રામ પંચાયતમાં આજથી વહીવટી શાસન થશે

*અંબાજી ગામ પંચાયત આજથી સરપંચ અને સભ્યો વિનાની થઈ*
ધર્મ નગરી શક્તિપીઠ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી ગ્રામપંચાયત ના સરપંચ અને વોર્ડ સદસ્ય ઓ ની જવાબદારીઓ ના પાંચ વર્ષ પૂર્ણ તથા નો અંતિમ દિવસ ૩૦ એપ્રિલે હતો પાંચ વરસ સુધી અંબાજી ની જનતા ની સેવા, વિકાસ ના કાર્યો કરનાર સરપંચ  અને વોર્ડ સદસ્યઓ પાંચ વરસ પૂર્ણ થયા અને અંબાજી ગ્રામ પંચાયત માં વહીવટી શાસન પહેલી મે થી કાર્યભાર શરૂ કરશે અને જ્યાર સુધી ફરીથી ગ્રામ પંચાયતના ઇલેક્શન ના થાય ત્યાં સુધી વહિવટી શાસન અંબાજી ગ્રામ પંચાયતમાં યથાવત રહેશે અને હવે જોવાનું રહ્યું કે સરપંચ અને સભ્યશ્રીઓ ફરીથી જ્યારે ઇલેક્શન ની જાહેરાત થશે અને ફરીથી આ સભ્યો અને સરપંચ ઇલેક્શનમાં ઉભા રહેશે તો જોવા મળશે કે પાંચ વર્ષ કાર્યભાર સંભાળી ને જનતાની સેવા કરી છે કે પછી ગ્રામ પંચાયતમાં બેસીને આરામ જ કર્યો છે એ અંબાજી ગામ ની જનતા નક્કી કરશે તેમના કામ ને જોઈ ફરીથી સરપંચ અને સભ્યપદ જે હાલ સુધી સરપંચ અને સભ્યો તેમના વોર્ડમાં જીતીને કાર્યભાર સંભાળી રહ્યા હતા શું અંબાજી ગામ ની જનતા ફરી ચુટીને સભ્યપદ અને સરપંચ પદ આપશે તે જોવાનું રહ્યું
 *અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20220430_215035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *