વિઓ: ધર્મેન્દ્ર શર્મા સાહેબ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો ના નાસતા ફરતા પાકા કામના કેદી (આરોપી) હોય તેવા આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ સુચના કરતા ડી એમ,વસાવા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કવોડ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ટાફના પોલીસ માણસોને અંગત બાતમીદારથી બાતમી હક્કીત મળેલ કે કવાંટ પોલીસ સ્ટેશન | ગુ.ર.નં. ૨૯/૨૦૧૪ ઈ.પી છે. કલમ ૩૦૨, ૩૯૮, ૩૪૦, ૨૦૧, ૧૨૦(બી), જી પી.એકટ ૧૩૫ મુજબના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતો અને કવાંટ પોલીસ સ્ટેશન II ગુ.ર.નં.૩૮/૨૦૧૯ કેદી અધિનિયમ ૫૧ (એ) ૫૧(બી) મુજબ ગુનાના કામે પકડવાનો બાકી વયગાળા જામીન પરથી ફરાર પાકા કામનો કેદી અલીરાજપુર થી સુરત જતી એસ.ટી બસમાં બેસી સુરત જતો હોવાની મળેલ ચોક્કસ બાતમી આધારે નસવાડી સર્કીટ હાઉસ પાસે એસ ટી બસમાં તપાસ કરી આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


