૧૦૯ કુંડી યજ્ઞ,સાંસ્કૃતિક કાર્યક્રમ,રામચરિત્ર લીલા,કૃષ્ણલીલા,ધર્મસભા,વિરવંદના,નગરયાત્રા સહીતના કાર્યક્રમો યોજાશે,ભવ્ય ઉત્સવમાં ભારતભરના સંતો-મહંતો,રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે,લાખો લોકો ઉમટી પડશે…
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે આવેલ મોટા રામજી મંદીર ખાતે આવેલ મોટા રામજી મંદીરનું પુનઃનવ નિર્માણ કરવામાં આવેલ છે.આ નવ નિર્મિત મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા તથા રામ મહાયાગ(યજ્ઞ)નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.તારીખ-૮-૫-૨૦૨૨ થી ૧૪-૫-૨૦૨૨ દરમ્યાન ૭ દિવસ સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ૧૦૯ કુંડી રામ મહાયાગ(યજ્ઞ) નું આયોજન કરેલ છે.નાગનેશ મોટા રામજી મંદીરના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી પતિતપાવનદાસજી મહારાજ તેમજ સેવક સમૂદાય દ્વારા આ મહોત્સવ નું ભવ્ય આયોજન કરેલ છે જેમાં સમગ્ર ભારત દેશમાંથી અનેક સંતો-મહંતો પધારવાના છે.બી.એ.પી.એસ.સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજ,કથાકાર પુજ્ય મોરારીબાપુ,પાળીયાદ જગ્યાના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા સહીતના સંતો પધારશે.તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓ,ગુજરાત સરકારના મંત્રીઓ,ધારાસભ્યો તેમજ ગુજરાત ના અનેક રાજકીય આગેવાનો તથા અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય પૂ.ભયલુબાપુ સહીતના મહાનુભાવો પધારશે.આ ૭ દિવસીય મહોત્સવ દરમ્યાન ૧૦૯ કુંડી મહાયજ્ઞ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી યોજાશે,આ મહોત્સવ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ,રામચરીત્ર લીલા,કૃષ્ણલીલા,ધર્મસભા,પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગરના યજ્ઞાચક્ષુ(અંધ)દિકરીબાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ,આંરાષ્ટ્રીય દિવ્યાંગ ડાન્સર નો પ્રોગ્રામ,માતૃશક્તિ વંદના કાર્યક્રમ,ભવ્ય યોગાસન નિદર્શન પ્રોગ્રામ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય નગરયાત્રા,વિરવંદના અને પાળીયા સંસ્કૃત કાર્યક્રમ સહીત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે.આ મહોત્સવ માં આવનાર તમામ ભક્તો માટે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.આ મહોત્સવ દરમ્યાન ૨૫ કરોડ લખેલ રામનામ ના દર્શન થશે તેમજ અખંડ રામધુન સહીતના ભવ્ય કાર્યક્રમો યોજાશે.આ મહોત્સવને લઈ રાણપુર પંથકના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ ૭ દિવસીય મહોત્સવ માં લાખો લોકો ઉમટી પડશે..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


