Gujarat

ગુજરાત રાજયના જે વાહનમાં મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય એ મુસાફરો ઉપરાંત વાહન ચલાવનારને પણ ૧૦૦૦ રૂપિયાનો દંડ થશે

*ગુજરાત રાજયના જે વાહનમાં મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય એ મુસાફરો ઉપરાંત વાહન ચલાવનારને પણ ૧૦૦૦ રૂપિયાનો દંડ થશે.*

*રાજકોટ શહેર તા.૧૬.૮.૨૦૨૦ ના રોજ ગુજરાત રાજયમાં બસમાં કોઈ મુસાફરે માસ્ક નહીં પહેર્યું હોય તો મુસાફરની સાથે સાથે બસ ચાલકને પણ દંડ થશે. રિક્ષા અને ટેક્સીમાં જો મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય તો રિક્ષા અને ટેક્સીચાલકને પણ એક-એક હજાર રૂપિયાનો દંડ ભરપાઈ કરવી પડશે. વાહન ચાલકો તેમજ મુસાફરો માટે પણ માસ્ક કમ્પલસરી બનાવી દેવાયું છે. ગુજરાતના મોટાં શહેરોમાં શોપિંગ મોલમાં ગ્રાહકોએ માસ્ક નહીં પહેર્યું હોય તો મોલના મેનેજરને પણ જેટલા ગ્રાહકો એટલા હજાર રૂપિયાનો દંડ થશે. શો રૂમમાં ગ્રાહકો માસ્ક વગર પકડાશે, તો શો રૂમના સંચાલક પાસેથી ૧૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. રાજ્ય સરકારે સરકારી વાહનો ચલાવતા અને તેમાં સવાર સરકારી બાબુઓ ઉપર પણ ગાળિયો કસ્યો છે. સરકારી વાહનમાં પણ કોઈ બાબુ માસ્ક વગર પકડાશે તો ૧૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. પછી એ પોલીસ હોય કે અન્ય કોઈ વિભાગનો સરકારી કર્મચારી, અધિકારી હોય કે ઉચ્ચ અધિકારી, માસ્ક નહિ પહેર્યું હોય એનો આજથી જ ૧૦૦૦ રૂપિયાનો મેમો ફાટશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200816-WA0122.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *