Gujarat

વેરાવળ તાલુકા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ તા. ૨૫ મે નાં રોજ યોજાશે

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
 મુખ્યમંત્રી  ગુજરાત રાજ્ય તરફથી તાલુકાકક્ષાના પ્રશ્નોના નિકાલ/ ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા માટે ઉચ્ચકક્ષા સુધી જવુ ન પડે તે માટે તાલુકાકક્ષાએ સ્વાગત ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વેરાવળ તાલુકાકક્ષાનો કાર્યક્રમ ૨૫-૦૫-૨૦૨૨ નાં રોજ યોજાશે. જે માટે તાલુકાકક્ષાના પ્રશ્નો-ફરિયાદો તા. ૧૫-૦૫-૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી (ગ્રામ્ય)ને પહોંચતી કરવાની રહેશે. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોએ તેમના પ્રશ્ન ગ્રામ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તા. ૧૦-૦૫-૨૦૨૨ સુધીમાં ગામના તલાટી કમ મંત્રીશ્રીને સંબોધીને અરજી કરી શકે છે. જે માટે અરજીના મથાળે મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી તેવું દર્શાવવાનું રહેશે.
ઉપરાંત કોઇપણ અરજીદારે અરજી કરતા પહેલા ગ્રામકક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય. આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય થઇ શકાય તેવા હોવા જોઇએ અને અરજદાર જાતે પોતે રુબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે. તેમજ આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી વ્યક્તિગત રજુઆત કરી શકે. તેમ મામલતદાર  (ગ્રામ્ય) ડી.એન.કાછડની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *