Gujarat

રાણપુરમાં એફ.આર.એસ.ફાઉન્ડેશન દ્વારા વિનામુલ્યે મેડીકલ કેમ્પ કરવામાં આવ્યો..

વિવિધ દર્દોના 18 નિષ્ણાંત ડોક્ટરો દ્વારા 160 દર્દીનું નિદાન કરાયુ..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં તાલુકા શાળા ખાતે એફ.આર.એસ. ફાઉન્ડેશન રાણપુર દ્વારા વિના મુલ્યે  સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં બોટાદ સબિહા હોસ્પિટલ ની ટીમ સાથે 18 નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા  રાણપુર શહેર/તાલુકા નાં 160 દર્દીઓને તપાસી નિદાન કરી યોગ્ય દવાઓ આપવા માં આવી હતી.એફ.આર.એસ.ફાઉન્ડેશન ટીમ  રાણપુર તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી છે.એફ.આર.એસ.ટીમ દર વર્ષે આવા અનેક સેવાકીય આયોજનો કરે છે જેમાં મેડિકલ કેમ્પ,એજ્યુકેશન સેમિનારો,ટ્યુશન કલાસીસ,પાણી ની પરબો,ચકલી ઘર  – પાણી ના કુંડા વિતરણ,રમઝાન કીટ વિતરણ,માસ્ક વિતરણ,ઉકાળા વિતરણ,કપડાં વિતરણ,વૃક્ષારોપણ વિગેરે જેવી સેવાકીય પ્રવૃત્તિ ઓ રાણપુર માં છેલ્લાં ઘણાં વર્ષો થી કરે છે.આ મેડીક્લ કેમ્પ માં સબિહા હોસ્પિટલ ડોક્ટર્સ ની ટીમ સહિત તમામ ડોક્ટર્સ નો તથા મયુર ચશ્મા ઘર કે જેવો એ આ કેમ્પ માં ફ્રી સેવા આપી તેઓ નો તથા  નર્સિંગ સ્ટાફ સિસ્ટર્સ નો જેમણે સેવાઓ આપી તે તમામ નો એફ.આર.એસ.ફાઉન્ડેશન દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.આ કેમ્પ ને સફળ બનાવવા અસલમ ખલાણી,અશરફ વડિયા,પરવેઝભાઈ પાધરશી,અનોપસિંહ પરમાર,નઝીર કોઠારીયા,સાહિલ સીદાતર,અરબાઝ ગાંજા,સાહિલ મેમણ,ઇમરાન ભાડુલા,આકીબ માંકડ,આફતાબ માંકડ એ ભારે જહેમત ઉઠાવી હતી.જ્યારે આવા ઉમદા અને સેવાકીય કાર્ય કરવા બદલ રાણપુરના સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ બાપાલાલ પરમાર,સામાજીક આગેવાન મકસુદભાઈ શાહ,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર સહીતના આગેવાનોએ હાજર રહી કાર્ય ને બિરદાવ્યુ હતુ…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220510-WA0078.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *