Gujarat

વિશ્ર્વવિખ્યાત સંતુર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન. સમાચાર મળતાં સાવરકુંડલા સંગીતપ્રેમીઓ ભારે શોકાતુર. સાવરકુંડલાના સંગીતકલાપ્રેમી દ્વારા હ્રદયનાં ઊંડાણથી હાર્દિક શ્રદ્ધાંજલિ..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

———————————————————————
હા, સંતૂર એક ખૂબ અનોખું વાદ્ય છે. એના સૂરોની ઝણઝણાટીમાં એક ગજબનું આકર્ષણ તથા માધુર્ય હોય છે…. ૮૪ વર્ષની વયે પંડિત શિવકુમાર શર્માનું હાર્ટ એટેકથી નિધન થયું.. છેલ્લા ૬ માસથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતાં .તેઓશ્રીને ૨૦૦૧ માં પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતાં.આમ પંડિત શિવકુમાર શર્માના નિધનના દુખદ સમાચાર સાવરકુંડલા શહેરમા પ્રસરતાં સંગીત કલા પ્રેમીઓમાં ગમગીનીનું મોજું છવાયું હતું સાવરકુંડલા શહેરનાં તમામ સંગીતપ્રેમીઓ દ્વારા હ્રદયનાં ઊંડાણથી હાર્દિક શ્રધ્ધાંજલીનાં શબ્દો અનાયાસે તેનાં મુખમાંથી નિકળી જતાં જોવા મળેલ.
પ્રભુ એનાં આત્માને ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના પણ કરવામાં આવેલ.
સાવરકુંડલા શહેરમા આરોગ્ય ક્ષેત્રે નિશુલ્ક સેવા પ્રદાન કરતાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા પણ આ દુખદ સમાચાર મળતાં જ ઊંડા આઘાત સાથે દિલસોજી વ્યક્ત કરવામાં આવી હતી.
“શિવકુમાર શર્માનું અવિરત વહેતું સંતૂરનું એ પૂરનૂર સંગીત દુનિયામાં એક અનોખો સંદેશ વહેતો કરતું હતું. આવા દિવ્ય સંગીતની મદદથી કેટલાય લોકોને મનની શાંતિ અને અસ્તિત્વની ખોજ તરફ દોરી જતું એ શુધ્ધ સંગીતનો એક સિતારો અસ્ત થતાં સમગ્ર દુનિયામાં એની ખોટ તો સાલશે. પ્રવર્તમાન સ્થિતિમાં આવું નિર્મળ સંગીત જ પ્રેમ અને શાંતિનો અનુભવ કરાવતું જોવા મળતું”
—-વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા.
” પંડિત શિવકુમાર શર્માના નિધનના સમાચાર સાંભળીને અત્યંત આઘાત સાથે દુખ થયું. ભારતીય સંગીતની દુનિયાને આ વણપૂરાય તેવી ખોટ પડી છે. સંગીત જગતનો એક સિતારો અસ્ત થયો.. અંતે તો અસ્તિત્વને જે ગમ્યું તે ખરું એમ માની મન મનાવી લીધું..”
– – પ. પૂ. ભક્તિરામબાપુ માનવમંદિર સાવરકુંડલા.
“સંગીત કી સમૃધ્ધિ કો સંતૂર કે જરિયે ઉજાગર કરનેવાલે પંડિત શિવકુમાર શર્મા કો શ્રધ્ધા-સૂમન અર્પણ..”
–કૌશિકગીરી ગોસ્વામી. સાંઈધામ સાવરકુંડલા.
“સંગીત સામ્રાજ્યનું હતું જે પ્રબુદ્ધ, પૂરનૂર :!! થયું આજ અસ્ત પ્રભાતમાં:શિવકુમારનું ઝરણાં સમ સંગીત-સંતૂર…!!”
–ખેરાજભાઈ.. આર્ટ ઓફ લિવિંગ સાવરકુંડલા.
આમ સાવરકુંડલા શહેરનાં અનેક પ્રબુદ્ધ સંગીતપ્રેમીઓ દ્વારા ભારે હૈયે આ દુઃખદ આઘાતને સહન કરતાં હવે એ સંતૂરનાં સૂરો પણ બ્રહ્માંડમાં સતત એનાં અસ્તિત્વની સાક્ષી પૂરાવતાં રહેશે..

IMG-20220510-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *